મુસાફરોમાં રોષ, રેલ્વે નિર્ણય નહીં બદલે તો આંદોલનની ગ્રામજનો દ્વારા ચીમકી અપાઇ
19 જાન્યુઆરીથી, દેલવાડા-વેરાવળ મીટરગેજ ટ્રેનના સમયમાં ફેરફાર અને દેલવાડા જૂનાગઢની સીધી ટ્રેન રદ કરવાના રેલવેના નિર્ણય સામે ઉના દેલવાડા ગીરગઢડા માં ઉગ્ર વિરોધ નોંધાયો છે. સ્થાનિકો એ આવેદનપત્ર આપી રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રેલવે વિભાગ દ્વારા 14 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા પરિપત્ર મુજબ, દેલવાડા-વેરાવળ ટ્રેન નંબર 52950નો સમય સવારે 8 વાગ્યાના બદલે બપોરે 1 વાગ્યાનો કરવામાં આવ્યો છે. જ્યારે, વર્ષોથી સીધી જૂનાગઢ જતી ટ્રેન નંબર 52951ને તાલાલા ક્રોસિંગ આપીને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી દેલવાડા,ઊના , ગીરગઢડા સહિત આસપાસના 25થી વધુ ગામોના યાત્રિકો, જિલ્લા મથક વેરાવળ ખાતે સરકારી કામો માટે જતા લોકો, હોસ્પિટલમાં જતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ તેમજ ઉના-ગીરગઢડા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થી ઓને ભારે અગવડતા પડશે બસ દ્વારા વેરાવળ જવા નો ખર્ચ 135 થી 160 રૂપિયા ચુકવવાપડશે,જેસામાન્ય લોકો માટે બોજરૂપ બની રહેશે આ બાબતે નાધેર પ્રદેશ ગીર વિસ્તાર ના લોકો મા ભારે વિરોધ ઉઠવા પામ્યો છે ઉના ના દેલવાડા ગામેચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, વેપારી મંડળ, અગ્રણી મહેશભાઈ સતીકુવર દેલવાડા મુસ્લિમ સમાજના પ્રમુખ-ઉપપ્રમુખ અને આગેવાનો, ઉના તાલુકા પંચાયતના સદસ્ય દેવશીભાઈ મકવાણા, પૂર્વ પ્રદેશ યુવા મંત્રી વિજયભાઈ બાંભણિયા અને દેલવાડા ગ્રામ પંચાયત ના સરપંચ પુંજા બેન બાંભણીયા સહિત સ્વયંભુ ગ્રામજનો એ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને સંબોધીને દેલવાડા રેલવે સ્ટેશન માસ્તરને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું છે. આ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો આ બંને ટ્રેનોને રાબેતા મુજબ ચલાવવામાં નહીં આવે, તો 19 જાન્યુઆરી, સોમવારના રોજ નવા પરિપત્ર મુજબ પ્રથમ રવાના થતી દેલવાડા-વેરાવળ ટ્રેનને દેલવાડા સહિત આસપાસના યાત્રીઓ દ્વારા ’રેલ રોકો’આંદોલન કરીને અટકાવવામાં આવશે.
