NIOS દ્વારા ગીર સોમનાથ અને દીવમાં જનજાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું

ગીર સોમનાથ, દીવ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) પ્રાદેશિક કેન્દ્ર, ગાંધીનગર દ્વારા 14 જાન્યુઆરી, 2026 ના રોજ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં એક ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી શિક્ષણની પહોંચ વધારવાનો હતો. ગઈંઘજ ના પ્રમુખ પ્રો. અખિલેશ મિશ્રાએ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે ગાંધીનગર પ્રાદેશિક કેન્દ્રના નિયામક ડો. રામ નારાયણ મીણા અને શિક્ષણ પ્રભારી સંદીપ પણ જોડાયા હતા. પ્રો. અખિલેશ મિશ્રાએ જણાવ્યું કે ગુજરાતનો વિકાસ ઝડપી છે, અને ભારત સરકારની નવી શિક્ષણ નીતિ (NIOS2020) મુજબ રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં આધુનિક પરિવર્તનો લાવવા અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના વિવિધ હિસ્સેદારો સાથે સીધી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં દરિયા કાંઠાના માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ સ્વ-સહાય જૂથો (જઇંૠત) અને બિન-સરકારી સંસ્થાઓ (ગૠઘત), ગ્રામીણ નાગરિકો અને લઘુમતી સમુદાયના પ્રતિનિધિઓ, શિક્ષણ ક્ષેત્રના ટ્રસ્ટીઓ અને અઈં સંયોજકો સામેલ રહ્યા હતા. ગઈંઘજ વિશ્વની સૌથી મોટી ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ છે. પ્રો. અખિલેશ મિશ્રાએ ગઈંઘજ ની લવચીક શિક્ષણ પ્રણાલી (ઋહયડ્ઢશબહય કયફક્ષિશક્ષલ) પર ભાર મૂક્યો, જે ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આ પ્રથમ પ્રસંગ છે જ્યારે કોઈ રાષ્ટ્રીય બોર્ડના અધ્યક્ષે પોતે ફિલ્ડમાં ઉતરીને છેવાડાના વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ અને પડકારો અંગે સ્થાનિક લોકો સાથે વિચાર-મંથન કર્યું હોય. ગઈંઘજ ગાંધીનગરના પ્રાદેશિક નિયામક ડો. રામ નારાયણ મીણાએ ગીર સોમનાથના શિક્ષણથી વંચિત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેના પ્રયાસોની વિગતો રજૂ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ