ટ્રમ્પની પાર્ટીના સાંસદૃનું મોટું નિવેદન
પાકિસ્તાન કરોડોની વસ્તી ધરાવતો દૃેશ છે, પરંતુ તમે ક્યારેય તે દૃેશને અમેરિકામાં રોકાણ લાવતા જોશો નહીં
અમેરિકી કોંગ્રેસના સાંસદૃ અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સભ્ય રિચ મેકકોર્મિકે ભારત અને પાકિસ્તાન અંગે મોટું નિવેદૃન આપતા જણાવ્યું કે, ભારત ઝડપથી વિકાસ કરી રહૃાું છે અને પોતાની જાતને વિશ્ર્વની એક મોટી શક્તિ તરીકે સ્થાપિત કરી રહૃાું છે. ભારતનો મધ્યમ વર્ગ આજે વિશ્ર્વ બજાર પર પ્રભાવ પાડી રહૃાો છે. ભારત જ અમેરિકા માટે રોકાણ લઈને આવે છે. ભારત અનેક ક્ષેત્રોમાં પ્રતિભાઓથી સમૃદ્ધ છે અને ત્યાંથી માત્ર ઉત્પાદૃનો જ નહીં, પરંતુ પ્રતિભાઓ (્ટ્ઠઙ્મીહં) પણ નિકાસ થાય છે.
અમેરિકી સાંસદૃ મેકકોર્મિકે સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું કે, અમેરિકા માટે ભારત રોકાણનો સ્ત્રોત છે, પરંતુ પાકિસ્તાન ન તો અમેરિકામાં રોકાણ લાવે છે અને ન તો અમેરિકા ક્યારેય પાકિસ્તાનમાં રોકાણ કરે છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (ઝ્રજીૈંજી) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહૃાું કે, “પાકિસ્તાન કરોડોની વસ્તી ધરાવતો દૃેશ છે, પરંતુ તમે ક્યારેય તે દૃેશને અમેરિકામાં રોકાણ લાવતા જોશો નહીં. જ્યારે ભારત માત્ર રોકાણ મેળવતું જ નથી, પણ અમેરિકામાં રોકાણ લાવે પણ છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતની પ્રતિભાઓ (ટેલેન્ટ)થી જ અમેરિકાની કંપનીઓ ચાલે છે અને ભારતના ઉત્પાદૃનોથી અમેરિકાના બજારો વિકસે છે. જો અમેરિકા ભારત જેવા દૃેશને પોતાનાથી દૃૂર ધકેલી દૃેશે, તો દૃેશને મોટી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે.
જો અમેરિકા ભારતીયોની મિત્રતાનો સ્વીકાર કરશે, તો અમેરિકામાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. જો ભારતને અમેરિકાથી અલગ કરવામાં આવશે, તો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે જે સમગ્ર અમેરિકા માટે જોખમી હશે.
નોંધનીય છે કે કોંગ્રેસ સાંસદૃનું આ નિવેદૃન એવા સમયે આવ્યું છે જ્યારે વેપાર અને ટેરિફ (શુલ્ક) ને લઈને અમેરિકા અને ભારત વચ્ચે થોડો તણાવ ચાલી રહૃાો છે. ડેમોક્રેટિક સાંસદૃ અમી બેરાએ આ ચર્ચાને આગળ વધારતા કહૃાું કે, ભલે બંને દૃેશો વચ્ચે અત્યારે કેટલાક મતભેદૃો હોય, તેમ છતાં બંને દૃેશો લાંબા ગાળાની વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદૃારી માટે પ્રતિબદ્ધ છે. મતભેદૃો હોવા છતાં, સહયોગનો તર્ક સર્વોપરી છે અને બંને દૃેશો સાથે મળીને લાંબા ગાળાની રણનીતિ અપનાવી રહૃાા છે.
