ભાયાવદરમાં સાંસદની ગ્રાન્ટ મંજૂર થતા નદી ઉપરના કોઝવેનું આગેવાનોના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરતુ ભાજપ

જિલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા ન.પા ના લોકપ્રિય મહિલા પ્રમુખ રેખાબેન સીણોજીયા અતુલભાઇ વાછાણી સરજુભાઈ માકડીયા સંજયભાઈ પરમાર સહિતના આગેવાનોના પ્રયાસોથી આંબેડકર વિસ્તારથી સિવિલ હોસ્પિટલ અને વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા અને સ્થાનિક લોકોને અવરજવરમાં ખૂબ જ નડતરરૂપ નદીના પાણી ઉપર સાંસદ મનસુખભાઈ માંડવીયા પાસેથી ગ્રાન્ટ મંજૂર કરાવી ભાયાવદરના મોટા સમૂહ માટે મહત્વના નદી ઉપરના કોઝવેનું આજે સરજુભાઈ માકડીયા અતુલભાઇ વાછાણી પ્રવીણભાઈ ટાંક સાગરભાઇ સોંદરવા સોમાભાઈ મકવાણા સહિતના આગેવાનોના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું આ પ્રસંગે ધોળીધાર સહિતના વિસ્તારના ભાઈઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ટીમ ભાજપ ના વિકાસના કાર્યની સરાહના કરી હતી.

રિલેટેડ ન્યૂઝ