રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સવારે માત્ર ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો અને મોટાભાગનાં સ્થળોએ ડબલ ડીઝીટમાં તાપમાન નોંધાયુ હતું.
રાજકોટ શહેરમાં સવારે 12.3 ડીગ્રી અને નલિયામાં 10.4 ડીગ્રી, સાથે સામાન્ય ઠંડીનો અહેસાસ થયો હતો. જયારે પોરબંદરમાં 14.8, વેરાવળમાં 17.4, સુરતમાં 16.8, અમદાવાદમાં 17, અમરેલીમાં 12.8, વડોદરામાં 16.2, ભાવનગરમાં 16.6, ભુજમાં 15, દમણમાં 17.2, ડીસામાં 13, દિવમાં 15.8, દ્વારકામાં 18, ગાંધીનગરમાં 13.5 ડીગ્રી તથા કંડલામાં 15.5 અને ઓખામાં 19.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જયારે આજે સવારે જુનાગઢ યુનિવર્સિટીમાં નોંધાયેલા તાપમાન મુજબ મેકસીમમ તાપમાન 13.6 ડીગ્રી નોંધાયુ હતું જયારે મીનીમમ તાપમાન 12 ડીગ્રી નીચે નોંધાયુ હતું. ગિરનાર પર્વત ઉપર 7 ડીગ્રીએ પારો નીચે જવા પામ્યો હતો. સાથે પવનની ગતિ વધીને પ્રતિકલાક 4.4 કિલોમીટર નોંધાઈ છે. વાતાવરણમાં ભેજ 80 ટકા નોંધાયો છે. એકંદરે ખુશનુમા વાતાવરણ દિવસ દરમ્યાન રહેવા પામશે તેમ જણાવાયું છે. તેમજ જામનગર શહેરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાનનો પારો 12 ડીગ્રી નોંધાયો હતો. તેની સાથે મહતમ તાપમાન 27 ડીગ્રી રહ્યું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા નોંધાતા ધૂમ્મસ વર્ષા થઈ હતી. તો બવનની ગતિ પ્રતિકલાક 3.3 કિ.મી. નોંધાઈ હતી.
