આઈસીઆઈસીઆઈ પ્રુ સ્માર્ટ ઇન્શ્યોરન્સ પ્લાન પ્લસ: આજના યુવાનો માટેનો પ્લાન, આવતીકાલના લક્ષ્યો માટેની ડિઝાઇન

ભારત અત્યારે એક નિર્ણાયક વળાંક પર છે. આગામી દાયકો આપણા યુવાનોનો છે – એવા સ્વપ્ન જોનારા અને કાર્ય કરનારા લોકો જે દેશના આર્થિક ભવિષ્યને ગતિ આપી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન (ખજ્ઞજઙઈં) મુજબ, લગભગ 65% ભારતીયો 35 વર્ષથી ઓછી વયના છે. પોતાનું પ્રથમ ઘર ખરીદવું હોય કે વહેલા નિવૃત્ત થવું હોય, આકાંક્ષાઓને વાસ્તવિકતામાં બદલવા માટે લાંબા ગાળાનું શિસ્તબદ્ધ નાણાકીય આયોજન અને બચત તેમના માટે ચાવીરૂપ બનશે.
વિકાસ ગુપ્તા, ચીફ પ્રોડક્ટ ઓફિસર, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, જણાવ્યું હતું કે, આઈસીઆઈસીઆઈ પ્રુ સ્માર્ટ ઇન્શ્યોરન્સ પ્લાન પ્લસ એ એક ખર્ચ-અસરકારક પ્રોડક્ટ છે, જેમાં ગ્રાહક દ્વારા પસંદ કરાયેલ એસેટ એલોકેશન મુજબ સમગ્ર પ્રીમિયમની રકમનું રોકાણ કરવામાં આવે છે. તે ગ્રાહકોને પસંદગી કરવા માટે 25 વિવિધ ફંડ્સ અને ચાર પોર્ટફોલિયો વ્યૂહરચનાઓ પ્રદાન કરે છે.
આ ઉપરાંત, તેમાં પાર્શિયલ વિથડ્રોઅલની સુવિધા પણ છે જેથી કોઈપણ તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકાય.
વધુમાં, તેમાં ‘વેવર ઓફ પ્રીમિયમ’ નો વધારાનો લાભ છે, જે એ સુનિશ્ચિત કરે છે કે જો જીવનમાં કોઈ અનપેક્ષિત વળાંક આવે, તો પણ પરિવારના નાણાકીય લક્ષ્યો સુરક્ષિત રહે.

રિલેટેડ ન્યૂઝ