ઉના ગીરગઢડા તાલુકામાં વધુ વાંધા અરજીઓ કરનાર સામે FIR નોંધવા આમ આદમી પાર્ટીની માંગ
સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન-જઈંછને કારણે ગુજરાતમાં મતદારોની સંયા 5.08 કરોડ માંથી ધટીને 4.34 કરોડ થઈ છે. મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ હતી દરેક મતદારો નુ મેપિગ થવા છતાંયે લાખો ચોકસ જ્ઞાતિ ના મતદાર નામો ’અયોગ્ય’ હોવાની ખોટી અરજીઓ કરીને તેને મતદાર યાદીમાંથી બહાર કરવાનુ ષડયંત્ર રચી(અરજી) કરાય છે! ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા-ઊઈઈંએ જ્યારે બે મહિના બુથ લેવલ ઓફિસર- ઈંઇખ.ઘને ડોર ટુ ડોર મોકલીને ખરાઈ કરાવી હોય અને તેના કારણે 73.73 લાખ બોગસ મતદારોને શોધીને યાદીમાંથી રદ કર્યા હોય તેમ છતાંય રાજકીય પક્ષો, અન્ય મતદારો દ્વારા હજી પણ 9.58 લાખ નામો ‘બોગસ’ હોવાનું જણાવી વાસ્તવિક હયાત મતદારો, સ્થળાંતર કરી ગયાં છે મુત્યુ પામેલા છે તેમજ એન કેન બહાના હેઠળ ખોટી અરજી ઓ કરીને જઈંછની પ્રક્રિયા સામે સવાલો ઉઠયા છે જેના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે રાજકીય આરોપ-પ્રતિઆરોપની સ્થિતિ ન ઉદભવે તો જ નવાઈ! કહેવાય છે કે, મતદાર યાદીમાંથી નામો રદ્દ કરવા અને ઉમેરવા અર્થાત વાંધા- અરજી માટે 18મી જાન્યુઆરી છેલ્લો દિવસ હતો.
ઊઈઈંના ગુજરાત સ્થિત ચીફ ઈલેક્ટોરલ ઓફિસર- ઈઊઘનું તંત્ર હજી સુધી વિધાનસભા બેઠક મુજબકેટલા વાંધા અને અરજીઓ થઈ છે તેનોકોઈવિસ્તૃતઅહેવાલ જાહેર કરી શક્યુ નથી ! માત્ર ભાજપે જ બૂથદીઠ એજન્ટ-ઇકઅ નિયુક્ત કરી 2.78 લાખ નામો ઉમેરવા અરજીઓ કરાવી અન્ય રાજકીય પક્ષ ના સમર્થક મતદારો અને ખાસ કરીને ચોક્કસ જ્ઞાતી ને ટાર્ગેટ કર્યા અને તેની સામે વાંધા- અરજી નામ રદ્દ કરવાની ગતી વધી સામે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા જબરદસ્ત રીતે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે
ગાંધીનગર ઊઈઝએ જઈંછની પ્રક્રિયામાં મતદાર યાદીનો ડ્રાફટ પ્રસિધ્ધ કર્યા પછી જે મતદારનું નામ યાદીમાં છે પરંતુ, ત્રાહિત પક્ષ કે વ્યક્તિ દ્વારા એ નામ અયોગ્ય છે તેવો વાંધો રજૂ થયો છે તેમણે પોતે હયાત છે. વર્ષ 2002ની મતદાર યાદીમાં નોંધાયેલા હતા કે પોતાના માતા- પિતા એ યાદીમાં હતા તેવા મતદારો ના મેપિગ થવા છતાં મતદારોને મતાધિકાર તરીકે પોતાનુંઅસ્તિત્વ સાબિતકરવા, ઊઈઝએ વાંધા-અરજી અર્થાત ફોર્મ 7 . મતદાર નોંધણી અધિકારી ને રજું કરી નામો રદ્દ કરવા અરજીઓ થયાનું કહેવાય છે પક્રિયામાં ગુજરાતમાં માન્ય રાજકીય પક્ષો પૈકી એક માત્ર ભાજપે જ તમામ બુથ ઉપર પોતાના પોલિટિકલ એજન્ટ-ઇકઅ નિયુક્ત કર્યા હતા.ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ફોર્મ નં. 7, ઉના ગીરગઢડા વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી ખાસ સધન સુધારણા (જઈંછ)ની કામગીરી બાદ ડ્રાફટ મતદાર યાદી પસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં સમાવેશ મતદારો ના નામ સામે વાધા લેવાતા વાધા રજુ કરનાર તાહિત વ્યક્તિ ને ખબર નહી હોવા છતાં તેના નામ મોબાઈલ નો ગેર ઉપયોગ કરાયો હોયખોટી માહિતીના આધારે ફોર્મ 7 ભરનારા સામે ઋઈંછની કરવા ની માંગણી સાથે આમ આદમી પાર્ટી નાં જિલ્લા કનવીનર સેજલબેન ખૂંટ તેમજ ગીરગઢડા તાલુકા પ્રમુખ સહિત આગેવાનો એ ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીમાંથી લોકોના નામ કમી કરવાના કથિત ષડયંત્ર સામે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ મામલે તપાસ અને કાર્યવાહી ની માંગ કરી છે.
અઅઙના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ભારતીય નાગરિકોના મતાધિકાર છીનવવા નો હીન પ્રયાસ છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ ફોર્મ કોણે ભર્યા, તેના પર કોના હસ્તાક્ષર છે, અને એક કે બે વ્યક્તિ દ્વારા 50 થી 100 ફોર્મ કેવી રીતે ભરાયા. મતદારોની અંગત માહિતી આ લોકો સુધી કેવી રીતે પહોંચી અને આ કૃત્યમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ થવી જોઈએ.અઅઙએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ખોટી ઓળખ અને ખોટી માહિતી આપીને ફોર્મ 7 ભર્યા છે. ગીરગઢડામાં રહેતા જીવિત વ્યક્તિને અન્ય સ્થળે સ્થળાંતર થયેલ દર્શાવી મતદાર યાદીમાં ગેરકાયદેસર ફેરફાર કરવાનો પ્રયાસ થયો છે.આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી સેજલબેન ખૂંટ તેમજ પાર્ટી ના ગીરગઢડા તાલુકાપ્રમુખ સહિત અગ્રણી ઓ એ માંગ કરી છે કે ફોર્મ 7 ભરનારા લોકો સામે કાયદેસરની કલમો હેઠળ તાત્કાલિક તપાસ કરીને ઋઈંછ નોંધવામાંઆવે અને તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગણી કરી છે.
