પ્રથમવાર બજેટના ૩ દિૃવસ પ્ાૂર્વે આર્થિક સર્વે આજે રજૂ થશે અન્ો રવિવારે બજેટ
રાષ્ટ્રપતિના સંબોધન સાથે બજેટ સત્રનો આરંભ
સંસદના બજેટ સત્ર 2026-27નો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થયો હતો. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિએ સંબોધન કરી સરકારની પ્રાથમિકતાઓ અને સિદ્ધિઓ અને આગળની દિશાને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરી હતી. ઉલ્લેખનીય છે કે બજેટના ભારતના ઇતિહાસમાં પહેલીવાર બજેટ રવિવારે રજુ થઇ રહ્યું છે. તો આર્થિક સર્વે પણ પ્રથમવાર ત્રણ દિવસ પહેલા એટલે કે આવતીકકાલે થશે.વિપક્ષોના હંગામા વચ્ચે રાષ્ટ્રપતિના આ સંબોધનમાં સામાજિક ન્યાય, અર્થ વ્યવસ્થા, અંતરિક્ષ, પૂર્વી ભારત અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વના મુદા છવાયા હતા.
બજેટ સત્ર બે ચરણોમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. પ્રથમ ચરણ આજથી શરુ થઇને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે.
જ્યારે બીજું ચરણ 9 માર્ચથી શરુ થઇને 2 એપ્રિલ સુધી ચાલશે જેમાં બજેટ પર ચર્ચા થશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ તેની જાણકારી સોશ્યલ મીડિયામાં પોસ્ટથી આપી હતી.
પહેલા ચરણમાં 29 જાન્યુઆરીને આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજુ થશે, ત્યારબાદ 1 ફેબ્રુઆરી રવિવારે નાણામંત્રી સીતારામન સામાન્ય બજેટ રજુ કરશે.
દરમિયાન આજે રાષ્ટ્રપતિ દ્રૌપદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સામાજિક ન્યાય માટે પુરી રીતે પ્રતિબધ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે દેશના લગભગ 95 કરોડ નાગરિકોનું સામાજિક સુરક્ષાની યોજનાના લાભ મળી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે.
રાષ્ટ્રપતિએ અંતરિક્ષ ક્ષેત્રમાં સિદ્ધિઓને રેખાંકિત કરતાં જણાવ્યું હતું કે અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી પહોંચવું એક ઐતિહાસિક યાત્રાની શરુઆત છે. આવનારા વર્ષોમાં ભારત ખુદનું સ્પેસ સ્ટેશન બનાવવા આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સરકાર પૂર્વી ભારતના વિકાસને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે. પાયાનું માળખુ, ઉદ્યોગ અને રોજગારના અવસરો વધારવા માટે આ ક્ષેત્રમાં અનેક યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગાર અને વિકાસ માટે વિકસિત ભારત-ગ્રામ વિકાસ કાનૂન બનાવવામાં આવ્યો છે. આ નવા સુધારાથી ગામડામાં 125 દિવસની રોજગાર ગેરંટી મળશે.
