આ કંપનીનું એક વિમાન 2023માં જ મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયું હતું; ટેકનીકલ ક્ષતિ, હવામાન કે પાઈલોટની ભુલ! ત્રણ એંગલ પર તપાસ

લેન્ડીંગ સમયે ધુમ્મસ હતું તેવો રિપોર્ટ: જો કે વિમાન લેન્ડીંગ પુર્વે હવામાં ગોથા ખાતુ જોયુ હોવાનો દાવો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના વિમાનને નડેલી દુર્ઘટનામાં હવે એવીએશન એકસીડેન્ટ-ઈનવેરીગેશન ઓથોરિટીએ તપાસનો દૌર સંભાળી લીધો છે અને સર્વ પ્રથમ મુંબઈ તથા બારામતી એર ટ્રાવેલ કંટ્રોલના ડેટા હસ્તગત કર્યા છે તો વિમાનનો અગાઉના પ્રવાસનો રેકોર્ડ પણ મેળવ્યો છે. વિમાને છેલ્લો કયારે ફીટનેસ સર્ટીફીકેટ મેળવ્યુ હતું તે ઉપરાંત બન્ને પાઈલોટ તથા ફલાઈટ એટેન્ડન્સના સર્વિસ તથા ફલાઈંગ રેકર્ડ પણ મેળવી લીધા છે.આ તપાસ હાલ ઓથોરિટીના મુંબઈ સ્થિત અધિકારીઓએ શરૂ કરી છે. ટુંક સમયમાં દિલ્હીથી નિષ્ણાંતોની ટીમ પણ સામેલ થઈ જશે. સમગ્ર તપાસ હાલ ત્રણ એંગલથી થશે. સર્વ પ્રથમ વિમાનમાં ટેકનીકલ ક્ષતિ, બીજું ખરાબ હવામાન અને ત્રીજુ પાઈલોટની ભુલ આ ત્રણેય એંગલમાં જેમાં વધુ પુરાવા મળશે અને તે વિશ્ર્વાસપાત્ર હશે તેના પર આગળની તપાસ થશે અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે. વિમાનની માલિકી એક ખાનગી કંપનીની હતી જે અજીત પવારને ખાસ વિમાની સેવા પુરી પાડતી હતી અને પવારના પ્રવાસમાં તેજ વિમાની કંપનીની સેવા લેવાતી હતી.સર્વ પ્રથમ દુર્ઘટના સ્થળેથી વિમાનનું બ્લેક બોકસ તથા કોકપીટ વોઈસ રેકોર્ડર મેળવી લેવાશે. જેથી દુર્ઘટના સમયે વિમાનની ટેકનીકલ માહિતી તથા પાઈલોટ વચ્ચેની વાતચીત અને એર ટ્રાવેલ કંટ્રોલર સાથેની વાતચીતની માહિતી મેળવી શકાશે.
કંપનીના રેકોર્ડ
અજીત પવાર જે વિમાનમાં પ્રવાસ કરતા હતા તે બીએસઆર વેન્ચરનું આ લીયરજેટ-45 એકસઆર જેવું જ કંપનીનું બીજુ વિમાન 14 સપ્ટેમ્બર 2023ના ક્રેશ થયું હતું તે મુંબઈ એરપોર્ટ પર ક્રેશ લેન્ડીંગનો શિકાર બન્યુ હતું તે વિશાખાપટ્ટનમથી મુંબઈ આવ્યુ હતું તે સમયે ભારે વરસાદ તથા રનવે જોવામાં મુશ્કેલીના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. જો કે તે સમયે તમામ યાત્રીકોનો બચાવ થયો હતો જયારે આજે સવારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં ભારે ધુમ્મસની સ્થિરતાને જવાબદાર ગણાયા છે. પરંતુ નજરે જોનારા લોકોએ આપેલી માહિતી મુજબ વિમાન હવામાંજ ગડથોલીયા ખાતુ હતુ અને બે વખત લેન્ડીંગનો પ્રવાસ કર્યો હતો જેમાં બીજી વખત દુર્ઘટનાગ્રસ્ત થયું. ખાસ વિમાનમાં હવામાન નહી પણ કોઈ ટેકનીકલ ક્ષતિ કે પાઈલોટની ભુલ જવાબદાર પણ હોઈ શકે છે. એર ટ્રાફીક કંટ્રોલના સૂત્રોને ટાંકીને જણાવાયું તો પાઈલોટે કોઈ મે-ડે કોલ એટલે કે વિમાન મુશ્કેલીમાં છે. તેવો સંદેશ અપાયો ન હતો. વિમાન રનવે પર ઉતરી લપસી ગયુ અને તુર્તજ ક્રેશ થઈને આગનો ગોળો બની ગયુ હતું. હાલ અજીત પવાર સહિત તમામના પાર્થિવદેહ બારામતીની સરકારી હોસ્પીટલમાં રખાયા છે. વિમાનમાં હવે કાટમાળની પણ ફોરેન્સીક તપાસ થશે તો વધુ એક એંગલની પણ તપાસ થશે. વિમાનના આગમન સમયે ધુમ્મસ હતું અને તેથી આ વિમાન ઓછી વિઝીબીલીટીમાં પણ લેન્ડ થઈ શકે અને પાઈલોટ તેની ક્ષમતા ધરાવતા હતા કે કેમ તે પણ ચકાસાશે.

રિલેટેડ ન્યૂઝ