સુરત, રાજકોટ વિશ્ર્વના સૌથી ઝડપી વિકસતા શહેરો;ઓક્સફર્ડ ઇકોનોમિક અભ્યાસના આર્થિક સર્વેમાં

નવી દિલ્હી: ભારત એ દુનિયાનું સૌથી ઝડપથી આગળ વધતુ અર્થતંત્ર બની ગયુ છે અને વૈશ્ર્વિક પડકારો વચ્ચે પણ ભારતનો આર્થિક વિકાસ દર 7.2% સુધી રહેશે તેવું ગઈકાલે જ સંસદમાં રજુ થયેલા આર્થિક સર્વેમાં આ માહિતી આપી હતી તે વચ્ચે દેશના આ આર્થિક વિકાસમાં ઈંધણ પુરુ પાડવામાં ગુજરાત અને ખાસ કરીને તેના બે મહાનગરો સુરત અને રાજકોટનું યોગદાન વિશ્ર્વકક્ષાએ નોંધી લેવાય તે રીતે રહ્યું છે. ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલા આર્થિક સર્વેમાં ઓકસફર્ડ ઈકોનોમીક રીસર્ચને ટાંકીને આપવામાં આવેલી માહિતી મુજબ વિશ્ર્વના ટોચના 10 સૌથી ઝડપથી વૃદ્ધ પામતા શહેરોમાં ગુજરાતના સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. આ વૃદ્ધિ 2019થી 2035 વચ્ચેના સમયના હાલ ચાલી રહેલા અભ્યાસમાં આપવામાં આવેલા તારણ છે. ભારતમાં જ ઝડપથી શહેરીકરણ વધી રહ્યું છે અને તે જે આર્થિક યોગદાન આવી રહ્યું છે તેમાં ગુજરાત અને તેના આ બે
મહાનગરોનું યોગદાન નોંધપાત્ર છે અને તેમાં સુરતે વિશ્ર્વમાં આ પ્રકારના સૌથી ઝડપથી વૃદ્ધિ દર્શાવતા વિશ્ર્વના મહાનગરમાં પ્રથમ સ્થાને છે અને તે ગુજરાતના આર્થિક વિકાસને પણ એક મોટી ઉર્જા આપે છે. આ સર્વેમાં જણાવાયું છે કે જયારે મહાનગરનું કદ ડબલ થાય છે તો તેની ઉત્પાદકતા 12% વધે છે અને તે સીધા આર્થિક ફાયદા કે લાભો આપે છે અને જયારે દેશનું અર્થતંત્ર 5 ટ્રીલીયન ડોલર તરફ આગળ વધી રહ્યું છે તો સુરત, રાજકોટ, અમદાવાદ એ ફકત મહાનગર નહી પણ વિકાસના એન્જીન અને વૈશ્ર્વિક રોકાણને પણ આકર્ષે છે. આર્થિક સર્વેના આંકડા મુજબ 2019થી 2035ના સમયમાં સુરતનો આર્થિક વિકાસ દર 9.17%નો અંદાજ મુકવામાં આવ્યો છે.
2018માં સુરતનો ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ (જીડીપી) રૂા.267977 હતો જે 2035 સુધીમાં રૂા.1165480 કરોડનો અંદાજ મુકયો છે. દેશમાં બેંગલુરુ-તિરુચિરાવલ્લીનો જીડીપી પણ ઉંચો રહ્યો છે પણ સુરત એ વિશ્ર્વનું સૌથી ઝડપી (ફાસ્ટેટ) વૃદ્ધિ આપતા મહાનગરો છે. રાજકોટ જે ગુજરાતનું બીજું મહાનગર અને સૌરાષ્ટ્રનું પાટનગર છે તે 2019થી 2035ના ગાળામાં 8.33નો વિકાસ દર હાંસલ કરશે. 2018માં રાજકોટનો જીડીપી રૂા.62503 કરોડ નોંધાયો હતો તે 2035માં રૂા.245434 કરોડ હશે તેમ અંદાજ મુકયો છે. રાજકોટના વિકાસમાં તેની મજબૂત માર્ગ કનેકટીવીટી વિકસતુ જતુ ઈન્ફ્રાસ્ટ્રકચર વ્યાપાર માટે સાનુકુળ વાતાવરણ તથા અહી જે સાહસિકતા નવા પ્રયોગો કરવાની ક્ષમતા છે. તેને કારણ ગણવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ