ઉત્તર પ્રદૃેશની યોગી સરકાર અને જ્યોતિષ્પીઠાધીશ્ર્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદૃ સરસ્વતી વચ્ચેનો વિવાદૃ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ સ્નાન કર્યાં વિના જ કાશી પરત ફરેલા શંકરાચાર્યે મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથ સામે સીધો મોરચો ખોલ્યો છે.શુક્રવારે કાશીના શ્રીવિદ્યામઠ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદૃે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે મારી પાસેથી મારા પદૃ અને પરંપરાનું પ્રમાણપત્ર માંગ્યું હતું, જે મેં તેમને આપી દૃીધું છે. પરંતુ હવે હું સમગ્ર સનાતની સમાજ વતી યોગી આદિૃત્યનાથ પાસેથી તેમના હિન્દૃુ હોવાનું પ્રમાણ માંગું છું. હિન્દૃુ હોવું એ માત્ર ભાષણો કે ભગવા કપડાં સુધી સીમિત નથી, તેની સાચી કસોટી ગૌસેવા અને ધર્મરક્ષા છે. શંકરાચાર્યે સરકારને તેની નીતિઓ પર પુનર્વિચાર કરવા માટે ૪૦ દિૃવસનો સમય આપ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ સમયગાળામાં ગૌમાતાને રાજ્યમાતાનો દૃરજ્જો નહીં મળે અને ગૌવંશની નિકાસબંધીનો આદૃેશ જાહેર નહીં થાય, તો આગામી ૧૦-૧૧ માર્ચના રોજ લખનઉમાં સંત સમાગમ યોજીને મુખ્યમંત્રીને નકલી હિન્દૃુ જાહેર કરવામાં આવશે. તેમણે પ્રહાર કરતા કહૃાું કે જે સરકાર ગાયોની રક્ષા નથી કરી શકતી, તેને હિન્દૃુ કહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. સરકાર પર ગંભીર આરોપ લગાવતા શંકરાચાર્યે કહૃાું કે, ભારતની કુલ માંસ નિકાસમાં ઉત્તર પ્રદૃેશનો હિસ્સો ૪૦ ટકાથી વધુ છે. બફેલો મીટના નામે ગૌવંશને કાપીને મોકલવામાં આવે છે. જ્યાં સુધી દૃરેક કન્ટેનરનું વૈજ્ઞાનિક રીતે ડ્ઢદ્ગછ પરીક્ષણ ફરજિયાત કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ સરકારની મૌન સ્વીકૃતિ ગણાશે. જો મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ગાયને સન્માન આપી શકે, તો રામ-કૃષ્ણની ધરતી યુપી કેમ માંસ નિકાસનું હબ બની છે?
રિલેટેડ ન્યૂઝ
-
આગામી માસથી રિલાયન્સ ફરી રશિયન ક્રુડતેલ ખરીદી કરશે!
અખબારી અહેવાલો પરથી સંકેત: રોજના 1.50 લાખ બેરલ ખરીદીની યોજના: અમેરિકાના પ્રતિબંધ બાયપાસ થાય તે રીતે... -
રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર
ભારતીય રેલવેએ ૨૦૨૬માં તત્કાલ ટિકિટ બુિંકગ માટે નવા નિયમો અમલમાં મુક્યાં છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય મુસાફરો... -
કુવૈતથી દિૃલ્હી જતી ઇન્ડિગોની ફલાઇટનું અમદૃાવાદૃ એરપોર્ટ ખાત્ો ઇમરજન્સી લેન્ડીંગ
ટિસ્યુ પેપર પર હાઇજેક અન્ો બોંબ હોવાનું અંગ્રેજીમાં લખાણ મળ્યું સધન ચેકીંગ બાદૃ વાંધાજનક વસ્તુ ન...
