ભારતમાં હૃદય રોગના દર્દીઓની વધતી જતી સંખ્યા, આ ક્ષેત્રે ઇનોવેશન અને સ્વદેશી નવા સાધનોની સફળતા અંગે નિષ્ણાતોએ મંતવ્યો રજૂ કર્યા
વિતેલાં પાંચ દાયકા દરમિયાન, હાર્ટકેર (હૃદયની સંભાળ)માં ખુબજ મોટું પરિવર્તન આવ્યું છે. 1977માં કરવામાં આવેલી પહેલી બલૂન એન્જીયોપ્લાસ્ટીથી લઈને આજના ઈમેજ-ગાઇડેડ પ્રિસિસન-ડ્રાઇવન ઇન્ટરવેન્શન સુધી, હાર્ટકેરની સફર, મેડિસીનનો વિકાસ દર્શાવે છે, જે દર્દીઓ માટે સુરક્ષિત, વધુ વ્યક્તિગત સારવાર તરફ સતત આગળ વધી રહી છે. ભારતમાં, આ પરિવર્તન વિશેષ મહત્વપૂર્ણ રહ્યું છે, કારણ કે દેશ વિશ્વના સૌથી વધુ હૃદય રોગના બોજ સાથે ઝઝૂમી રહ્યો છે અને સાથે-સાથે મેડીકલ ટેકનોલોજી ઈનોવેશન માટે ગ્લોબલ હબ તરીકે ઉભરી રહ્યો છે.
આ પરિવર્તન,PRISM-PCI કોન્ક્લેવ 2026નો મુખ્ય વિષય હતો, જે હાલમાં જ, મેરિલ લાઇફ સાયન્સિસ દ્વારા વાપીમાં તેની એકેડેમી ખાતે યોજાઈ હતી. આ ઈવેન્ટમાં ભારત અને વિશ્વભરના લગભગ 300 જેટલાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ્સ એકત્રિત થયા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ વાત પર વિચાર-વિમર્શ કરવાનો હતો કે, કેવી રીતે એન્જીયોપ્લાસ્ટી, જે એક સમયે પ્રમાણમાં સરળ પ્રક્રિયા હતી, તે આજે કેવી રીતે વધુને વધુ જટિલ બની રહી છે તેમજ કેવી રીતે ઈનોવેશનને લીધે દર્દીઓ માટેના પરિણામોમાં પરિવર્તન આવી રહ્યું છે.
ઙછઈંજખ એટલે, કોમ્પલેક્સ ઙઈઈં ના મેનેજમેન્ટ માટે ઈનોવેશન-ગાઇડેડ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને પ્રિસિશ઼ન રિવાસ્ક્યુલરાઇઝેશન. આ કોન્સેપ્ટ, હૃદય સંભાળમાં એક નવી વાસ્તવિકતા દર્શાવે છે. આજના દર્દીઓ ઘણીવાર મલ્ટી-વેસલ ડિસીઝ (બહુ-વાહિની રોગ), હેવી કેલ્સિફિકેશન, હૃદયની નિષ્ફળતા સાથે આવે છે અથવા ભૂતકાળ કરતાં ઘણી નાની ઉંમરે ઇન્ટરવેન્શનની જરૂર પડે છે. આવી જટિલતાને મેનેજ કરવા માટે ફક્ત સ્કીલ કરતાં વધુની જરૂર પડે છે. તેના માટે ચોક્કસ ઇમેજિંગ, ફિઝિયોલોજીકલ એસેસમેન્ટ, એડવાન્સ ડિવાઇસ અને સુઆયોજિત હાઇબ્રિડ વ્યૂહરચનાઓની જરૂર પડે છે.
ભારતમાં ઙઈઈં ના વિકાસ પર મુખ્ય ભાષણ આપતા, ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીના ચેરમેન ડો. અશોક સેઠે જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ ઈનોવેશનના ગ્રાહકથી આગળ વધીને ક્ધટ્રીબ્યૂટર બની ગયું છે. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન, માત્ર સારવાર કરાયેલા દર્દીઓની સંખ્યામાં જ નહીં, પરંતુ ગુણવત્તા, જટિલતા અને સંભાળમાં પણ પ્રગતિ જોવા મળી છે, જેના કારણે દર્દીઓના પરિણામો માટે ટેકનોલોજીમાં પ્રગતિ વધુ વ્યાજબી બની છે. આ પ્રકારના ટેકનોલોજી ઈનોવેશનની વિશ્વભરમાં સરાહના કરવામાં આવી રહી છે.
