તાલાલાના આંકોલવાડી વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડયા

માવઠારૂપી છાંટાથી ખેડુતોમાં ચિંતા : પાકને નુકશાનની ભીતી

ભરશિયાળે માવઠુ પડવાની હવામાન વિભાગ અને વેધર નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી હતી. સૌથી વધારે માવઠાની અસર સૌરાષ્ટ્રમાં થવાની આગાહી કરાઇ હતી. જેમાં આજે ભાલાલા પંથકમાં કમોસમી ઝાપટા વરસ્યા હતા. કમોસમી ઝાપટાથી પાકને નુકશાન થશે તેવી ચિંતા ખેડુતોમાં ફેલાઇ છે.
તાલાલા પંથકમાં આજે બપોરે ઘટાટોપ વાદળો ઘેરાયા બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.આંકોલવાડી ગીર વિસ્તારમાં આંકોલવાડી સહિત આસપાસના ગામોમાં છુટાછવાયા વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતામય બની ગયા છે.
તાલાલા પંથકમાં કેસર કેરીના બગીચામાં મોર ફુટી રહ્યા છે.ઘણા વિસ્તારમાં વહેલું આવરણ આવેલ તેવા બગીચામાં બંધારણ પણ થવા લાગ્યું છે ત્યારે કમોસમી વરસાદ પડે તેવું સમગ્ર તાલાલા પંથકમાં માહોલ છવાઈ જતાં કેસર કેરીના ઉત્પાદક કિસાનો હતાશ થઈ ગયા છે.

રિલેટેડ ન્યૂઝ