ધોરાજીની કે ઓ શાહ કોલેજમાં કારકુન ભરતીની પરીક્ષામાં સમય મર્યાદા સહિત મામલે વિવાદ

પરીક્ષાર્થીઓને કોલ લેટર માં બે કલાકનો સમય દર્શાવવામાં આવેલ જ્યારે પરીક્ષા સ્થળે એક કલાકનો સમય હોવાનું જણાવતા વિદ્યાર્થીઓમાં રોષ

ધોરાજી કે ઓ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મ્યુનિસિપાલિટી ધોરાજી દ્વારા સંચાલન કરવામાં આવે છે. નગરપાલિકા સંચાલિત કોલેજમાં બે કારકૂનની ભરતી માટે આજરોજ ઉમેદવારો પરીક્ષા ભરવા માટે આવ્યા હતા ત્યારે પરીક્ષાના સમય ને લઈ વિદ્યાર્થીઓમાં રોષ ઉઠવા પામ્યો હતો ત્યારે આ મામલે પરીક્ષાર્થીઓએ જણાવેલ કે કોલ લેટર ની અંદર બે કલાકનો પરીક્ષાનું સમય દર્શાવવામાં આવેલ પરંતુ પરીક્ષા ભરતી મેળાએ પરીક્ષકો દ્વારા અમને જણાવવામાં આવેલ કે બે કલાકનો સમય ખોટો લખાયેલો છે હકીકતમાં પરીક્ષા ભરવા માટે એક કલાકનો સમય મળશે.
જેને લઇ વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો ત્યારે વધુ અડધો કલાક જેવો સમય ફાળવવામાં આવ્યો હતો. સમય મર્યાદા ને લઈ ઘણા વિદ્યાર્થીઓ નાસી પાસ થઈ ગયા હતા રાજકોટ જેતપુર ધોરાજી અને વિવિધ શહેરોમાંથી આવેલા પરીક્ષાર્થીઓએ જણાવેલું હતું કે પરીક્ષા આપવા માટે અમોને પેન સાથે લઈ જવા દેવામાં આવી ન હતી આ ઉપરાંત કાંડા પર પહેરેલી સાદી ઘડિયાળ પણ અંદર લઈ જવા દેવામાં આવી ન હતી અને પરીક્ષા ખંડમાં ઘડિયાળ પણ ન હતી જેથી કેટલો સમય વીત્યો છે અને પરીક્ષાનો કેટલો સમય બાકી છે તે અંગે પણ કોઈ અંદાજ આવતો ન હતો. પરીક્ષા માત્ર ઓપચારિક લેવાતી હોય તેવું લાગી રહ્યું હતું આવો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.
સાથોસાત મળતી વિગતો પ્રમાણે કેમના માર્ગદર્શન હેઠળ અને કેમના અધ્યક્ષ સ્થાને પરીક્ષા લેવામાં આવી રહી હતી એ અંગે પણ વિદ્યાર્થીઓ અવઢવમાં હતા. તો કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોમ્પ્યુટર ને લગતા પ્રશ્નો એક્ઝામ પેપરમાં પૂછવામાં આવ્યા હતા જ્યારે સિલેબસ ની અંદર આ પ્રકારનો કોમ્પ્યુટર ને લગતો અભ્યાસક્રમ જ નથી.

રિલેટેડ ન્યૂઝ