ગઢડા સર્વોપરી ગૌ શાળાની ખ્યાતિમાં વધુ એક કલગી ઉમેરાઇ

વિશ્ર્વ બુક દ્વારા પાર્ષદ સંજયભગતને વધુ એક એવોર્ડથી સન્માનિત કરાયા

ગઢડાનું ગૌરવ સમી સર્વોપરી ગૌ શાળા દિન પ્રતિ દિન પ્રસિધ્ધી મેળવી વિવિધ ક્ષેત્રે હરણ ફાળ ભરી રહી છે. ત્યારે હાલમા જ દેશના સુપ્રસિધ્ધ એવા મિરલ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિકોત્સવ અંતર્ગત વિશ્વ બુક એવોર્ડ વિતરણ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર દેશના વિદ્વાન જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે અંતર્ગત સર્વોપરી ગૌ શાળાના સંચાલક સંજય ભગતને ” મિરલ ફાઉન્ડેશન ” દ્વારા આયોજીત વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્સ ઇંગ્લેન્ડ દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
દેશની પ્રસિદ્ધ ભવિષ્યવક્તા તથા જ્યોતિષ જગતની પ્રતિષ્ઠિત વિભૂતિ મીતા જાનીજીના માર્ગદર્શન હેઠળ સંચાલિત મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વર્લ્ડ રેકોર્ડ એક્સલેન્સ (ઇંગ્લેન્ડ) નો કાર્યક્રમ તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં વાર્ષિકોત્સવની સાથે સાથે દાયકાઓની સાધના, સંશોધન, અનુભવ અને દિવ્ય જ્યોતિષીય ચેતનાનો ભવ્ય ઉત્સવ જોવાનો લ્હાવો ઉપસ્થિત મહાનુભાવોને પ્રાપ્ત થયો હતો.
આ કાર્યક્રમ તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રેસિડેન્ટ હોટેલના સભાગૃહ, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સંમેલન જ્યોતિષ જગત માટે એક અનોખો દિવ્ય મંચ સાબિત થવા પામ્યો હતો. જ્યાં જ્ઞાન, ભાગ્ય, પ્રતિભા અને સન્માનનો અભૂતપૂર્વ સંગમ જોવા મળ્યો હતો. આ સાથે ગુજરાત રાજ્ય ગૌ રક્ષક કમાન્ડો અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મંચ પ્રદેશ પ્રભારી તરીકેની ભગતને જવાબદારી સોંપવામાં આવેલી છે.

રિલેટેડ ન્યૂઝ