બોટાદની મીલેટ્રી ચોકડી નજીકથી કારમાંથી 581 બોટલ દારૂ ઝડપાયો

એક શખ્સ સહીત ત્રણ લાખનો મુદ્ામાલ પોલીસે કબ્જે કર્યો

પ્રતિબંધ હોવા છતાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરોડો વિદેશી દારૂ ઠલવાઇ રહ્યો છે અને પીવાઇ પણ રહ્યો છે. બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા બાતમીના આધારે શંકાસ્પદ ફોર વ્હીલને રોકી ચેકીંગ કરતા 581 બોટલ વિદેશી દારૂ મળી આવ્યા હતા. પોલીસે કાર ચાલક સહીત ત્રણ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
સુપરવિઝન તળે આજરોજ બોટાદ એલ.સી.બી.ના એ.એસ.આઇ. રામદેવસિંહ દેવુભા મોરી અને એ.એસ.આઇ મયુરસિંહ રામસિંહ ડોડીયા નાઓને હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકિકત આધારે બોટાદ મીલેટ્રી ચોકડી ખાતે ખાનગી વોચ દરમ્યાન આરોપી ભરતભાઇ ઉર્ફે ભુરો ધુડાભાઈ પાડલીયા રહે. નાની વાવડી વાળાની કબજા ભોગવટા વાળી બલેનો ફોર વ્હીલ ગાડી રજી.નંબર ૠઉં-06-કઊં-8688 માંથી ગેર કાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો અલગ અલગ કંપની બ્રાન્ડની કંપની સીલપેક બોટલ નંગ-581 કિ.રૂ. 90,790/- તથા ફોરવ્હીલ ગાડી મળી કુલ રૂ. 3,90,790નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરી પોલીસ અધીક્ષકની સુચના તથા એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એ.જી. સોલંકીના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ.ઇન્સ. એસ.બી.સોલંકી, એ.એસ.આઇ. રામદેવસિંહ દેવુભા મોરી, એ.એસ.આઇ. મયુરસિંહ રામસિંહ ડોડીયા, હેડ કોન્સ પ્રદ્યુમનસિંહ દાનસિંહ વાળા, પો.કોન્સ. સુખદેવસિંહ મનોજકુમાર પો.કોન્સ પરબતસિંહ ખુમાનસંગભાઇ ડોડીયા દ્વારા કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ