અરબ સાગરમાં સાયક્લોનનો ખતરો
લો પ્રેશર સિસ્ટમમાં થનારા ફેરફારો પર હવામાન અધિકારીઓની નજર
ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે પાડોશી સમુદ્રી વિસ્તારમાં કેટલાય લો પ્રેશરવાળી સિસ્ટમની હાજરીના કારણે સોમવારે પશ્ર્ચિમી ઘાટના જિલ્લામાં હળવા વરસાદૃનું અનુમાન લગાવ્યું છે. અધિકારીઓ અનુસાર, દૃક્ષિણ-પૂર્વી અરબ સાગર અને લક્ષદ્વીપ અને કેરળના તટ નજીકના વિસ્તારમાં હાલ એક લો પ્રેશરનું સાઈક્લોનિક સર્કુલેશન એક્ટિવ છે. આ ઉપરાંત કોમોરિન સાગર અને આજુબાજુના વિસ્તારમાં વધુ એક લો પ્રેશરનું સાઈક્લોનિક સર્કુલેશન બની ગયું છે.
પરિણામે હવામાન વિભાગ્ો ૧૦ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદૃનું એલર્ટ જાહેર કર્યું છે.
આ મૌસમી સ્થિતિઓથી દૃક્ષિણ ભારતના અમુક ભાગમાં હવામાનની પેટર્ન પર ઘણી અસર પડવાની આશા છે. આ સિસ્ટમ્સના કારણે પશ્ર્ચિમી ઘાટના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદૃ થવાની સંભાવના છે. આપને જણાવી દૃઈએ કે, આ અગાઉ બંગાળની ખાડીમાં હલચલ થવાના કારણે કેટલાય તટવર્તી વિસ્તારમાં મૌસમનો મિજાજ બગડી રહૃાો હતો.
આઈએમડીના મૌસમ નિષ્ણાતોએ આ વિસ્તારના રહેવાસીઓને સાવધાન રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને પહાડી અને ભૂસ્ખલનવાળા વિસ્તારમાં, કેમ કે અટકી અટકીને થનારો વરસાદૃથી રોજના કામ અને મુસાફરી પર અસર પડી શકે છે. મૌસમ વિભાગે કેટલાય અંદૃરના જિલ્લામાં ધુમ્મસની ચેતવણી આપી દૃીધી છે.
સોમવારે ૫ ફેબ્રુઆરી સુધી કૃષ્ણાગિરી, તિરુપત્તૂર, વેલ્લોર, રાનીપેટ, નીલગિરી અને િંડડીગુલ જિલ્લામાં સવારના સમયે હળવો ભેજ રહેવાની આશા છે. આ વિસ્તારમાં વિઝિબિલિટી ઓછી હોઈ શકે છે અને ગાડી ચલાવનારા સાવધાનીથી ગાડી ચલાવે તેની સલાહ આપવામાં આવી છે.
આ દૃરમ્યાન ચેન્નાઈમાં મૌસમ અપેક્ષાકૃત સ્થિર રહેવાની આશા છે. શહેરમાં દિૃવસભર આકાશમાં હળવા વાદૃળ છવાયેલા રહેવાની સંભાવના છે. તમિલનાડૂની રાજધાનીમાં ન્યૂનતમ તાપમાન ૨૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. જેનાથી અંદૃરના ઠંડા અને ભેજવાળા વિસ્તારની તુલનામાં હવામાન થોડું નરમ રહેશે.
મૌસમ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં કોઈ ગંભીર મૌસમ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. પણ લો પ્રેશરવાળી સિસ્ટમમાં થનારા ફેરફાર પર નજીકથી નજર રાખી રહૃાા છે. વરસાદૃની તીવ્રતા અથવા હવાની પેટર્નમાં કોઈ મોટા બદૃલાવની જાણકારી સત્તાવાર રીતે સલાહ તરીકે તરત આપવામાં આવશે.
પ્રભાવિત જિલ્લાના રહેવાસીઓને સલાહ આપવામાં આવે છે કે, હવામાનના લેટેસ્ટ બુલેટિનથી અપડેટ રહો અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવતા નિર્દૃેશોનું પાલન કરે.
કેરળ અને લક્ષદ્વીપ તટના માછીમારોને પણ સતર્ક રહેવાનો આગ્રહ કર્યો છે, કેમ કે હાલની ચક્રવાતી હવાઓના કારણે સમુદ્રની સ્થિતિ બદૃલાઈ શકે છે. મૌસમની જાદૃુઈ પેટર્ન મૌસમી બદૃલાવના સમયમાં દૃેખાય છે. જે દૃરમ્યાન દૃક્ષિણ ભારતમાં વરસાદૃ, ભેજ અને તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે.
