વિક્સીત ભારતના બજેટને 2047નો રોડમેપ ગણાવી આવકારતા રાજકોટના અગ્રણીઓ

મહિલા, યુવા, ખેડુતો અને લઘુ ઉદ્યોગકારોને ધ્યાનમાં રાખી રજૂ કરાયેલું અંદાજપત્ર : સૌરાષ્ટ્રના એમએસએમઈને મળશે બૂસ્ટર ડોઝ

ભારતને ત્રીજી આર્થિક મહાસત્તા બનવાના સંકલ્પને વેગ આપતું બજેટ: સાંસદ મોકરિયા
ભારત સરકારના નાણામંત્રી મતી નિર્મલા સીતારામને રજુ કરેલ સને 2026-27 ના વર્ષના કેન્દ્રિય બજેટ ને આવકારતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકારીયાએ જણાવેલ હતું કે, તેઓએ સતત નવમું બજેટ રજુ કરી વિક્રમ સ્થાપિત કરેલ છે. અને નારી શક્તિનું પ્રતિબિંબ રજુ કરેલ છે. આ બજેટમાં અધ્યતન ટેકનોલોજી અઈં માટે જરૂરી માળખાની પુરતી જોગવાઈ કરવામાં આવેલ છે. બાયોફાર્માનું ઉત્પાદન વધારવા ની જોગવાઈ કરવામમાં આવેલ છે. જેથી આયુષ્ય વધારનાર અને કેન્સર જેવા રોગોની દવા સસ્તી બનશે.જેથી લોકોની રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થશે. રેર અર્થ ઉત્પાદનમાં પગભર થવા માટે રેર અર્થ કોરીડોરની રચના કરી, આધુનિક ડીજીટલ સાધનો જેવાકે, મોબાઈલન ફોન, ઇલેક્ટ્રિક ગાડીઓ, એલ.ઈ.ડી. લાઈટ, સેટેલાઈટ વિગેરે ઉદ્યોગોને વેગ મળશે અને નિકાસની વધુ તકોનું નિર્માણ થશે. જેથી રોમારીની તકો વધશે. ખેતી માટે એઆઇ આધારિત મશીનરી નો ઉપયોગને પ્રાધાન્ય આપી ગ્રામ્ય અર્થતંત્રને મજબુત કરવાનો પ્રયત્ન કરેલ છે. ખજખઊ માટે પુરતી જોગવાઈ કરી મધ્યમ પ્રકારના ઉદ્યોગો વેગ મળે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે. જેના કારણે રોજગારી મા વધારો થશે.
ચેતન રામાણી
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના લડાયક ખેડુત નેતા ચેતનભાઇ રામાણીએ કહ્યું કે આ બજેટ દેશના દરેક નાગરિક, ખેડૂત, યુવાન, મહિલા, પશુ પાલકો, વિદ્યાર્થીઓ, નિ કરિયાતો, વેપારીઓ, ઉદ્યોગપ તિઓ સમાજના વર્ગને એમ દરેક ધ્યાનમાં રાખીને અને દરેકના હિત માટે બનાવેલ છે. 2019થી સતત દરેક વર્ષે બજેટમાં સૌથી વધુ જોગવાઈ સંરક્ષણ ખર્ચ માટે કરવામાં આવી છે જે દેશના મજબુત ઈરાદાઓને વ્યક વ્યક્ત કરે છે. આ બજેટ યુવા શક્તિ બજેટ છે. આ બજેટને રિફોર્મે એક્સપ્રેસ તરીકે ઓળખાવવામાં આવ્યું છે જે ખૂબ જ યોગ્ય છે.
અરૂણ નિર્મળ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ 2026-27 માટેનું કર્તવ્ય ભવનમાં પહેલું અને ઐતિહાસિક નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં વિકસિત ભારત2047 ના સંકલ્પને સાકાર કરતું આ બજેટ ગુજરાત સહિત ભારતના નાગરિકો માટે પણ અનેક ભેટ લઇને આવ્યું છે. આ બજેટ ને આવકારતા રાજકોટ શહેર/જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણ નિર્મળ એ જણાવ્યું કે આ બજેટ જરૂરિયાતમંદો માટેના વિકાસ નું બજેટ છે. ભાજપ સરકારે 3 મજબૂત સ્તંભ જેમાં પહેલું કર્તવ્ય ગરીબો અને શોપીતો નો વિકાસ, બીજુ કર્તવ્ય માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવો, ત્રીજું કર્તવ્ય સૌનો સાથ સૌનો વિકાસ રોજગાર સર્જન પર વ્યાપક આર્થિક સુધાર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
રાજુભાઈ ધ્રુવ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે લોકસભામાં રજૂ કરેલા વિકસિત ભારતના મિશનને નવી ગતિ આપનારા ઐતિહાસિક બજેટને આવકારતા ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય અને પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કહ્યુ છે કે, આ બજેટથી દેશનો સર્વાંગી વિકાસ થશે અને વિશ્વ વિભૂતિ તથા શ્વના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પને બળ મળશે. આ બજેટનો ઉદ્દેશ ’સબ કા સાથ, સબ કા વિકાસ’ છે અને આ ઉદ્દેશ જ ખરા અર્થમાં દેશને વિકસિત ભારત તરફ 15.04 ડ્ઢ 20.95 શક્ષ લઈ જશે તેવો વિશ્વાસ પણ રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કર્યો છે. તેમણે આ ઐતિહાસિક બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પોતાનું 9મું બજેટ રજૂ કરવા બદલ નાણામંત્રી નિર્મલા સીતારમનને અભિનંદન પણ પાઠવ્યા છે.
ધારાસભ્ય કાનગડ
વિધાનસભા 68-રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામનજીએ રજુ કરેલ વચગાળાના કેન્દ્રીય બજેટ 2026-27ને આવકારી કેન્દ્રની ભાજપ સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ કરોડો દેશવાસીઓની આશા અને આકાંક્ષાઓની પરીપૂર્તિ કરનારૂ નિવડશે. સમાજના દરેક વર્ગના લોકોની જરૂરીયાતોનો ખ્યાલ રાખનારૂ સર્વસમાવેશક અને સર્વસ્પશી બજેટ માનનીય પ્રધાનમંત્રીના વિકસિત ભારત2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને વધુ વેગ આપી વિકસિત ભારત તરફ મજબૂત પગલુ ભરનારૂ નિવડશે. છેલ્લા દશ વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે.દેશવાસીઓ આશા અને આશાવાદ સાથે ભવિષ્યને નિહાળી રહ્યા છે. કેન્દ્રીય બજેટ સર્વાગિ વિકાસ, આર્થિક સ્થિરતા, રોજગારી સર્જન, આધુનિક ઢાંચાકીય વિકાસ તથા સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. દેશના ખેડૂત, યુવા, મધ્યમ વર્ગ, મહિલાઓ, નાના ઉદ્યોગકારો અને ઉદ્યોગ ક્ષેત્ર સૌ માટે આશાજનક અને પ્રોત્સાહક જોગવાઈઓ આ બજેટમાં જોવા મળે છે.રસ્તા, રેલવે, પરિવહન અને આધુનિક ઈન્ફાસ્ટ્રકચર માટે મોટાપાયે મૂડીનિવેશ થવાથી દેશની આર્થિક ગતિ વધશે અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે.
રાજકોટ ચેમ્બર
કેન્દ્રીય નાણામંત્રીમતી નિર્મલા સિતા રામનજી દ્વારા વર્ષ 2026-27નું નવમું સંપર્ણ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સર્વાંગી વિકાસ માની આવકારે છે. ભારતની અર્થવ્યવસ્થા મજબુત બની છે તેમજ વિકસીત ભારત એટ 2047નો રોડમેપ તૈયાર કરાયેલ છે. પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રી નૌતમભાઈ બારસીયા, સહમંત્રી ઉતસવભાઈ દેશી, ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયા તથા તમામ કારોબારી સભ્યોએ આ બજેટને આવકારતા જણાવેલ કે, આ બજેટમાં તમામ વર્ગોનો સમાવેશ કરાયેલ છે. ખાસ કરીને રાજકોટ ચેમ્બરની જે માંગણી હતી કે ખજખઊ એકમોને વધુમાં વધુ બુસ્ટ આપવું તે માંગણી મહદઅંશે સ્વીકા રેલ છે. આમ ખજખઊ ભારતનું ગ્રોથ એન્જીન હોય ખજખઊ ને પ્રોત્સાહીત કરવા માટે આશરે 10 હજાર કરોડ ફાળવવામાં આવેલ છે તે આવકારદાયક છે. જેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રના ખજખઊ એકમોનો વધુ વિકાસ થશે.
ધનસુખ ભંડેરી
સ્વતંત્ર ભારતનું 80મું કેન્દ્રીય બજેટ માનનીય કેન્દ્રીય નાણામંત્રી દ્વારા તા. 1 ફેબ્રુઆરી 2026 ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવેલ હતું. આ તકે માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નિતિન નવીનજીના કુશળ માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકમાજી દ્વારા ગુજરાત રાજયમાં બજેટ પ્રચાર અભિયાન 2026’ અંતર્ગત કાર્યક્રમ આ વર્ષના બજેટની મુખ્ય જોગવાઈઓના પ્રચાર-પ્રસાર માટે અંતિમ સ્તરે તેમજ ડિજિટલ માધ્યમથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સુચના આપેલ હતી. રાજકોટ શહેર કેન્દ્રીય બજેટના વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુજમાઈ ભડેરીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે મીડીયા તથા સોશીયલ મીડીયા વિભાગ દ્વારા બજેટ જોવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
જિલ્લા ભાજપ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દ્રઢ નેતૃત્વમાં ભારત જ્યારે ‘વિકસિત રાષ્ટ્ર’ બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે આજરોજ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામનજી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ, આ અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાના માર્ગદર્શન મુજબ, રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભાની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લાના કમલમ ખાતે આ ઐતિહાસિક બજેટને નિહાળવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રીય બજેટને રાજકોટ જીલ્લામાં ભારે ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યું હતું.
ગોવિંદભાઈ પટેલ
કેન્દ્ર સરકારનું 2026-27નું બજેટ સર્વગ્રાહી સર્વસમાવેશક વિકાસલક્ષી, ગ્રામ સ્વરાજ, આત્મ નિર્ભર ભારત બનાવવાની દિશામાં લઈ જનાર છે તેમ એક નિવેદનમાં માજી મંત્રી ગોવિંદ પટેલે જણાવ્યું છે. પટેલે જણાવ્યું છે કે આ બજેટ એ ગ્રીન એનર્જીમાં મહત્તમ ભારત આપી તે દિશામાં કામ કરવાનું તેમજ ખાણ ખનીજ ક્ષેત્રમાં રાજ્યોને મદદરૂપ થવાનું,રોજગાર ક્ષેત્રેને વધારનરું, મહિલા, યુવાનો, પછાત વર્ગનાં લોકોને આત્મનિર્ભર બનાવનારૂ, વૈશ્વિક બજાર મેળવવા અનેક પ્રકારની છુટછાટો દ્વારા ભારતનો વૈકાસ કરનારું બજેટ છે.
મુકેશ દોશી
રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ દોશીએ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે પ્રેરણા આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમના નવમા સમતોલ બજેટને આવકારી બજેટમાં એકમએસએમ ઈ પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે જેનાથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, ઉપરાંત કેન્સરની સતર દવા પરથી આયાત ડયુટી હટાવવી, પંદર હજાર માધ્યમિક શાળાઓ અને પાંચસો જેટલી કોલેજમાં ક્ધટેન્ટ ક્રિએટર લેબ, આઠસો જિલ્લામાં દીકરીઓ માટે હોસ્ટેલ, મહિલાઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક સંભાળ કેન્દ્રો, આયુર્વેદના ત્રણ અખીલ ભારતીય સંસ્થાન શરૂ કરવા, સાત હાઈ સ્પીડ રેલવે કોરિડોર, પ્રવાસન સેકટરને વેગ મળે તે માટે દશ હજાર ટુરિસ્ટ ગાઈને તૈયાર કરવા સહિતનાં પગલાંઓને આવકારી નાણામંત્રીને સમતોલ, સર્વગ્રાહી, વિકાસલક્ષી બજેટ માટે અભિનંદન પાઠવેલ છે.
ડો. માધવ દવે, મોલીયા , ઝાલા
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારીમાં જણાવાયું છે કે નાણામંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલ બજેટ 2026-27 માં દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશને મજબુત કરવા માટે રૂપિયા ફાળવવામાં આવેલ છે. જેમાં ખાસ સંરક્ષણ વિભાગનું બજેટ, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત એટ 2047 ને ધ્યાનમાં રાખીને ઓદ્યોગિક ક્ષેત્રે હાલની સેમી કંડકટર અને ડેટા સેન્ટર જેવી કંપનીની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આ ઉપરાંત, મેગા પાર્ક અને ફાઈબર યોજનાથી દેશના ઓદ્યોગિકની સ્થિતિમાં વધારો થશે.

રિલેટેડ ન્યૂઝ