પ્ર.પાટણ પો.સ્ટે.ના અને.ડી.પી.એસ.ના ગુન્હામાં ભાગેડુ આરોપીને મુંબઇ ખાતેથી ઝડપી લેવાયો

ગીર સોમનાથ પોલીસની કાર્યવાહી

ઉચ્ચ અધિકારીઓ ની સુચના અન્વયે શ્રી જયદિપસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ ના માર્ગદર્શન અનુસાર ડી.એમ.કાગડા ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ગીર સોમનાથ નાઓની રાહબરી હેઠળ પ્ર.પાટણ પો.સ્ટે. મા એન.ડી.પી.એસ. એકટ કલમ-ઇ(ઈ).21(ઇ).29 મુજબના ગુન્હાનો આરોપી અબુબકર અમીરહુસેન શાહ છેલ્લા ચાર વર્ષથી નાસતો-ફરતો હોય જે નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા આર.એચ.સુવા પો.સબ.ઇન્સ. એસ.ઓ.જી.ગીર સોમનાથ એ ગુન્હાનો ઝીણવટ પુર્વક અભ્યાસ કરી આરોપી સુધી પહોંચવા લગત વિભાગ પાસેથી જરૂરી માહિતી મંગાવતા એલ.સી.બી. શાખાના એ.એસ.આઈ. રામદેવસિંહ ઇન્દુભા , મીસીંગ પર્સન સ્ક્વોડના એ.એસ.આઇ. ગોવિંદભાઈ ભગવાનભાઇ , એસ.ઓ.જી.શાખાના પો.કોન્સ. કૈલાસસિંહ જેસાભાઇ એ ટેકનીકલ એનાલીસીસ કરતા સદર આરોપી હાલ મુંબઇ શહેર ડોંગરી વિસ્તારમાં રહેતો હોવાની હકીકત મળતા એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઈન્સ. આર.એચ.સુવા તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઈ , પો.કોન્સ. કૈલાસસિંહ જેસાભાઇ , મહાવીરસિંહ મંગલસિંહ તથા ડ્રા.પો.કોન્સ. ગોપાલભાઈ કાળુભાઇ એ મહારાષ્ટ્ર રાજયના મુંબઇ શહેર ખાતે તપાસમાં જઇ મુંબઇ શહેરના ડોંગરી પોલીસ સ્ટેશનની મદદ લઇ ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્ચીસ આધારે આરોપીની વોચ તપાસમા રહી એન.ડી.પી.એસ. ના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા અબુબકર અમીર હુસેન શાહ નામના આરોપીને મુંબઇ શહેર ડોંગરી વિસ્તારમાંથી પકડી પાડી લગત પોલીસ સ્ટેશન ખાતે જરૂરી કાર્યવાહી કરી આરોપીને આગળની ધોરણસર કાર્યવાહી થવા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે. આરોપી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ડિલીવરીથી મોકલી આપતો.

રિલેટેડ ન્યૂઝ