રશિયાએ આખી રાત યુક્રેન પર હુમલો કર્યો ૪૫૦ ડ્રોન, ૭૦ મિસાઈલો ઝીંકતા ૧૧૦૦ બિલ્ડીંગોન્ો અસર

રશિયા અમારા નાગરિકોને કડકડતી ઠંડીમાં વીજળી, પાણી અને હીિંટગ જેવી મહત્ત્વની સુવિધાઓથી વંચિત રાખવા માંગે છે:ઝેલેન્સ્કી

અબુધાબીમાં શાંતિ ચર્ચા યોજાય તે પહેલા રશિયાએ યુક્રેન પર ભયાનક હુમલો કર્યો છે. રશિયાએ ૪૫૦ ડ્રોન અને ૭૦ મિસાઈલો િંઝકતા યુક્રેનમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલાના કારણે પાંચ રાજ્યોમાં અંધારપટ થવાની સાથે વિજળી અને પાણી ઠપ્પ થઈ ગયા છે. એટલું જ નહીં ૧૧૦૦ બિલ્ડિંગોને પણ અસર થઈ છે.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ આજે કહૃાું છે કે, ‘રશિયાએ આખી રાત યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. તેણે ૪૫૦ રેન્જના ડ્રોન અને ૭૦ મિસાઈલો ઝીંકી છે. રશિયાએ યુક્રેનના પાંચ રાજ્યોમાં વીજળી ગ્રીડને નિશાન બનાવી છે. રશિયા અમારા નાગરિકોને કડકડતી ઠંડીમાં વીજળી, પાણી અને હીિંટગ જેવી મહત્ત્વની સુવિધાઓથી વંચિત રાખવા માંગે છે. હુમલામાં ૧૦ લોકોને ઈજા થઈ છે. રશિયા વ્હૂયાત્મક રસ્તો અપનાવવાના બદૃલે લોકોને ડરાવવામાં વિશ્ર્વાસ રાખે છે. ઝેલેન્સ્કીએ પોતાના સહયોગી દૃેશોને વધુમાં વધુ હથિયારો મોકલવાની અને રશિયા પર દૃબાણ વધારવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી બંને દૃેશો વચ્ચે સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં ટૂંક સમયમાં શાંતિ વાર્તા માટે બેઠક યોજાવાની છે, જોકે તે પહેલા રશિયાએ ભયાનક હુમલો કરતા બેઠક પર સંકટના વાદૃળો છવાઈ ગયા છે. બંને દૃેશો વચ્ચે છેલ્લા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહૃાું છે. ૨૪ ફેબ્રુઆરી-૨૦૨૨થી યુદ્ધ શરૂ થયા બાદૃ યુદ્ધવિરામ માટે રશિયા-યુક્રેન વચ્ચે અનેક બેઠકો યોજાઈ ચુકી છે, જોકે એકપણ બેઠકમાં હજુ સુધી તેનો નિવેડો આવ્યો નથી.
અધિકારીઓએ રાજ્યની ઈમરજન્સી સેવાઓને ટાંકીને કહૃાું છે કે, રશિયાના હુમલામાં રાજધાની કીવમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક ઘરો, એક શાળા અને આગ લાગતા ગેસ સ્ટેશનને નુકસાન થયું છે. કીવના મેયર વિટાલી લિટસ્કોએ કહૃાું કે, હુમલાના કારણે કડકડતી ઠંડીમાં ૧૧૭૦ બિલ્ડિંગોમાં હીિંટગની સુવિધા બંધ થઈ ગઈ છે. યુક્રેનની સૌથી મોટી કંપની ડ્ઢડ્ઢઈએ કહૃાું કે, હુમલામાં પાવર પ્લાન્ટને ઘણું નુકસાન થયું છે. યુક્રેનના સાંસ્કૃતિક મંત્રી ટેટિયાના બેરેજનાએ કહૃાું કે, ‘કીવમાં એક ઐતિહાસિક સંગ્રહાલયને પણ નુકસાન થયું છે.

રિલેટેડ ન્યૂઝ