સામૂહિક પ્રયાસોથી જ પર્યાવરણને બચાવી શકાશે

દૃેશમાં હીટવેવનું પ્રમાણ અન્ો તીવ્રતા વધી છે તાજેતરમાં ઘણાં મહાનગરોમાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જે માનવીઓના અસ્તિત્વ માટે જોખમી પ્ાૂરવાર થઇ શકે છે

દૃુનિયા આજે જળ વાયુ સંકટના એ મુકામ પર આવી ગઇ છે જ્યાં દૃરેક નવો આંકડો જોખમની ઘંટડી બનીન્ો સામે આવી રહૃાો છે. વિશ્ર્વ હવામાન વિજ્ઞાન સંગટનના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ સુધીનું વર્ષ સખત ગરમ રહૃાું હતું.
રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગ્રીન હાઉસ ગ્ોસનું સ્તર રેકોર્ડ ઉંચાઇ પર છે અને પ્ાૃથ્વી પરનું એનર્જી બ્ોલેન્સ સતત વધી રહૃાું છે મહાસાગર જેન્ો જળવાયુ સંતુલનકર્તા માનવામાં આવે છે હવે ૯૦ ટકાથી વધુ ગરમીનું શોષણ કરે છે.
ભારતના સંદૃર્ભમાં આ સંકટ વધુ ઘેરૂ બન્યું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ હીટ વેવનું પ્રમાણ તથા તીવ્રતા વધી છે. તાજેતરના વર્ષોમાં ઘણા મહાનગરોમાં તાપમાનનું પ્રમાણ ૫૦ ડિગ્રી થયું હતું.
આવી ગરમી માર્ચ મહિનામાં જ પડી હતી વધુ ગરમીની અસર દૃેશના ઘણા નગરોમાં જણાય છે સાથે હવાની ગુણવત્તા પણ બગડી રહી છે આથી વાત સ્પષ્ટ છે કે, વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન બગડી ગયું છે.
આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ દૃેશના મોટાભાગના ૭૫ ટકા જિલ્લાઓ જળવાયુ જોખમના દૃાયરામાં છે હિમાલયના ગ્લેશીયરોનું ઝડપથી પીગળવું, ગંગા, બ્રહ્મપુત્રા જેવી નદૃીઓની સ્થિરતા પર પ્રશ્ર્ને ઉભા કરે છે.
બીજી તરફ મુંબઇ અને કોલકાતા જેવા સમુદ્રના તટે આવેલા મહાનગરોમાં દૃરિયાના જળ સ્તરમાં વધારો થતા વધુ જોખમ થઇ રહૃાું છે. કોલસા અને ગ્ોસનો વધુ પડતો ઉપયોગ તથા વનો કાપી નાખવાના કારણે થતા જળવાયું પરિવર્તનના પ્રમાણ સ્વરૂપમાં વૈશ્ર્વિક તાપમાન હવે એક લાખ ૨૫ હજાર વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.
આથી સમસ્યાનો પાયો આપણા વિકાસના મોડલમાં છે. કોલસા આધારિક ઊર્જા, અનિયત્રિત શહેરીકરણ, સંસાધનોનો આડેધડ વપરાશ, તથા જમીમાંથી વધુ પડતું પાણી ઉલેચવું વગ્ોરે કારણોથી દૃેશમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે.
આથી કહી શકાય કે, જો આ રીત્ો જો પ્ાૃથ્વી પર સતત તાપમાનમાં વધારો થશે તો માનવીઓના અસ્તિત્વ પર જોખમ થઇ શકે છે આથી ગ્રીન હાઉસ ગ્ોસના ઉત્સર્જનમાં કાપ મૂકીન્ો ગ્લોબલ વોર્મિંગન્ો સિમિત કરી શકાશે નહીં.
અલબત્ત રાહતની વાત આ છે કે, આ સંકટમાંથી તક શોધવી પડશે. ભારત્ો વર્ષ ૨૦૭૦ સુધી ન્ોટ-ઝીરોનું લક્ષ્ય રાખ્યું છે. નવીનીકરણ ઉર્જામાં વૈશ્ર્વિક ન્ોત્ાૃત્વની દિૃશામાં પગલાં લીધા છે. અલબત્ત હવે નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે.
ઊર્જા સંરક્ષણમાં વધારો કરવો, શહેરોન્ો લીલા છમ બનાવવા, જળ વ્યવસ્થાન્ો લોક આંદૃોલનમાં તબદૃીલ કરવું, ખેતીન્ો જળવાયું અનુકૂળ બનાવવી જેવા પગલા લેવાથી આ સમસ્યાનો નિવેડો આવશે સાથે જિલ્લા સ્તરે હીટ એકશન પ્લાન, તથા સ્થાનિક સમાધાનો શોધવા પડશે.
જળવાયુ પરિવર્તન ભવિષ્યન્ો પડકાર નથી વર્તમાન સમયનું સંકટ છે જો આજથી નિર્ણાયક પગલાં લેવામાં નહીં આવે તો આગામી પ્ોઢીન્ો મુશ્કેલી થશે દૃેશ અન્ો વિશ્ર્વ પાસ્ો સમય ઘણો ઓછો છે આથી દૃરેક દૃેશ અને નાગરિકોએ સામૂહિક પ્રયાસ કરવા પડશે.
દૃેશમાં વારંવાર હવામાનમાં ફેરફાર થતા કૃષિ પર વિપરિત અસર પડે છે. ખેડૂતોનો ત્ૌયાર થયેલો પાક ખેતરમાં હોય ત્યારે જ વરસાદૃ ત્ાૂટી પડતાી આ આ પાક નષ્ટ થાય છે આથી ખેડૂતોનો મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થતું હોય છે.
મોટા શહેરોમાં અચાનક વાવાઝોડું, વરસાદૃ વીજળી પડવી જેવી દૃુર્ઘટના બનતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાય છે અને ભારે વરસાદૃથી જો નગરોના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જાય તો રોગચાળો ફાટી નીકળે છે જેમાં સૌથી વધુ અસર બાળકો અને વૃધ્ધોન્ો થતી હોય છે.
ખેતરોમાં વીજળી પડતા અથવા મોટા નગરોમાં ભારે વાવાઝોડું ફુંકાતા મહાકાપ વૃક્ષો પણ ધરાશાયી થતા હોય છે આથી સામાન્ય જનજીવન ખોરવાય છે. ખેડૂતો પોતાનો માલ શહેરો સુધી પહોંચાડી શકતા નથી આથી શાકભાજી સહિત અન્ય ખાધ પદૃાર્થો નષ્ટ થતા હોય છે.
દૃેશમાં આજકાલ વિકાસનો દૃોર ચાલી રહૃાો છે મહાનગરોમાં મોટા મોટા મકાનો બની રહૃાા છે. અને ઠેર ઠેર વૃક્ષો પણ કાપવામાં આવી રહૃાા છે આથી હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધ્યું છે.
ફેકટરીઓ તથા જીઆઇડીસીનું પ્રમાણ મહાનગરોમાં વધી રહૃાું છે ઉપરાંત મહાનગરોમાં વાહનોનું પ્રમાણ પણ વધ્યું છે એક ઘરમાં ઘરના સભ્યો કરતા વધુ વાહનો હોય છે આ વાહનો ડિઝલ અથવા પ્ોટ્રોલથી ચાલે છે મહાનગરોમાં વાહનોનો ધુમાડો વધ્યો છે આથી હવામાં ગરમી વધે છે.

રિલેટેડ ન્યૂઝ