પ્રભાસ શિવસ્થાનમાં રામમંદિરો વિશેની રોચક વાતો સોમનાથ ટ્રસ્ટ રામમંદિરમાં રામનવમી નિમીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

રામનવમી મહોત્સવ ઉજવવા પ્રભાસપાટણ માં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. વેરાવળ-પ્રભાસ પાટણમાં આવેલા રામમંદિરો અનેક સ્મરણો સાચવીને બેઠા છે.
એક એવી દંતકથા પ્રવર્તે છે કે પ્રભાસક્ષેત્રમાં ભગવાન રામ પિતૃ શ્રાદ્ધ કરવા આવ્યા હતા. પ્રભાસમાં રામના નામના ઉલ્લેખ સાથે રામ રાખ ચોક આવેલો છે. પ્રભાસપાટણમાં સોમનાથ ટ્રસ્ટ નિર્મિત રામમંદિરમાં રામનવમીએ યજ્ઞ, સુંદરકાંડ, અન્નકુટ, સાયં શણગાર, બપોરે રામ પ્રાગટ્યોતસવ દર વર્ષની પરંપરા મુજબ ઉજવવા કાર્યક્રમ છે. પાટણમાં તાલુકાશાળા પાસે આવેલા રામમંદિરે રામનવમીએ રામજન્મોત્સવ અને મહાઆરતી યોજાનાર છે. વેરાવળમાં કથાકાર ડોંગરેજી મહારાજના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સ્થળે મોટું મંદિર બન્યું છે. અહીં સુંદર કાંડ, રામપ્રાગટ્ય મહોત્સવ ઉજવણી તથા શોભાયાત્રા નીકળે છે.
અયોધ્યા ખાતે બનેલા રામમંદિરનાં નિર્માણનો સંકલ્પ સોમનાથમાં લેવાયો હતો. રથયાત્રા 1990માં સોમનાથથી નીકળી હતી. અયોધ્યા રામ મંદિર સોમનાથ મંદિરના શિલ્પી પ્રભાશંકર સોમપુરાના વંશજોએ બનાવ્યું છે. આ મંદિરના નિર્માણમાં સોમનાથ પ્રભાસ ભૂમિની માટી, જળ અને કરોડો રામનામ લખેલી બૂકો અયોધ્યા મંદિરને સમર્પિત કરવામાં આવી હતી. ટીવી સિરિયલ રામાયણના તમામ કલાકારો સોમનાથના દર્શને આવ્યા હતા. જેમાં આ સિરિયલના ’લંકેશ’ અરવિંદ ત્રિવેદીનો પણ સમાવેશ થતો હતો. તેમણે સોમનાથમાં શિવતાંડવ પ્રસ્તુત કર્યું હતું. અયોધ્યાનાં રામમંદિર નિર્માણ વખતે સોમનાથ ત્રિવેણીનું જળ, પ્રભાસક્ષેત્રની માટી વપરાયા હતા.

રિલેટેડ ન્યૂઝ