ગતિશીલ ગુજરાતમાં ગોકળગાયને શરમ આવે તે ગતિએ વિકાસકાર્યો

અમરેલીમાં એસ.બી.આઈ. નજીક શૌચાલય બનાવવાની કામગીરી ઠપ્પ: ર મહિનાથી કામ બંધ
શહેરીજનો હેરાન પરેશાન, શાસકોને જનતાની કાંઈ પડી નથી

એક તરફ રાજય સરકારનાં પ્રતિનિધિઓ ગતિશીલ ગુજરાતનાં રૂપાળા સુત્રો પોકારી રહૃાા છે અને બીજી તરફ અમરેલી જિલ્લામાં માર્ગ, મકાન કે અન્ય કોઈ બાંધકામનાં વિકાસ કાર્યોમાં કયાંય ગતિ જોવા મળતી નથી. ગોકળ ગાયને પણ શરમ આવે તે રીતે વિકાસ કાર્યો થતાં જોવા મળી રહૃાા છે.શહેરમાં એક તરફ કયાય જાહેર શૌચાલયો જોવા મળતા નથી. જે શૌચાલયો છે તેમાં જવા માટે હિંમતની જરૂર પડે એટલી હદે નર્કાગારની હાલત જોવા મળીરહી છે. શહેરમાં મહિલાઓ માટે એક પણ યોગ્ય જાહેર શૌચાલય જોવા મળતું નથી.દરમિયાનમાં શહેરનાં હાર્દસમા એસબીઆઈ ચોકમાં મોટા ઉપાડે 3 મહિના પહેલા જર્જરિત જાહેર શૌચાલયને તોડી પાડીને નવું બનાવવાની કામગીરી શરૂ તો કરવામાં આવી બાદમાં કામગીરી છેલ્લા ર મહિનાથી બંધ થઈ ગઈ છે.એક જાહેર શૌચાલય બનાવવામાં મહિનાઓ પસાર થાય તો શહેરમાં બનતા વિવિધ માર્ગો કે રાજમહેલનાં નવિનીકરણનું કાર્ય કયારે પૂર્ણ થશે તેનો અંદાજ આવી શકે તેમ છે.

રિલેટેડ ન્યૂઝ