અમદાવાદ RTOને બોમ્બથી ઉડાવવવાની ધમકી, ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલાયા, બૉમ્બ-ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે

અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) ને આજે સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ હતી. ધમકીભર્યો મેઈલ મળતા જ આરટીઓ પ્રશાસન દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

સુરક્ષાના કારણોસર આરટીઓ કચેરીના તમામ બિલ્ડીંગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. કચેરીમાં હાજર અરજદારો અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ધમકીને પગલે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના ટ્રેક ટેસ્ટ અને અન્ય તમામ વહીવટી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે અરજદારોમાં ભારે હાલાકી જોવા મળી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા બોમ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા આરટીઓ કેમ્પસના ખૂણે ખૂણે તપાસ હાથ ધરવામાં આવી.

રિલેટેડ ન્યૂઝ