ડોળાસા અડવી ગામ વચ્ચે ગટરના કામમાં નેશનલ હાઇવેની મનમાની

ખોદકામ બાદ કામ અધૂરૂ છોડ્યું

કોડીનાર થી ઉના સુધીના ચાલીસ કી.મી.ના ફોર ટ્રેક રોડ નું કામ ચાલુ થયું તેને અગિયાર વર્ષ થયાં પણ હજુ અનેક કામો બાકી છે.જેને પૂર્ણ કરવામાં નેશનલ હાઇવે ને કોઈ રસ નથી તેવું લાગે છે.ડોળાસા સર્વિસ રોડ અધૂરૂ છોડી દેવાયું છે. પાકી ગટર માટે ખાડો કરી ગયા પછી કોઈ ડોકાતી નથી.પિક અપ સ્ટેન્ડ મુકાયા નથી.અને હવે ડોળાસા અડવી વચ્ચે વરસાદી પાણી ન નિકાલ માટે નાળા મૂકવાનું જણાવી ખાડા પાડી દીધા પણ કોઈ કાર્યવાહી નહિ થતા ખેડૂતોએ ખેતર માં જવામાં મુશ્કેલી ઊભી થઈ છે.
ડોળાસા અડવી વચ્ચે ફોરટ્રેક રોડ ના કામ બાદ વરસાદી પાણી ન નિકાલ ની વ્યવસ્થા ના અભાવે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી નો વ્યાપક ભરાવો થવાથી ચોમાસુ પાક ને ભારે નુકશાન થઈ રહ્યું છે.આ બાબતે ખેડૂતોએ નાળા મૂકવાની માંગ કરતા હતા.તે અનુસંધાને બે માસ પૂર્વે નેશનલ હાઇવે ના કોન્ટ્રાકટર દ્વારા જેસીબી થી નાળા મૂકવા ખાડા તો પાડી દીધા પણ હજુ સુધી નાળા નહિ મુકાતા ખેડૂતો ને ખેતર માં જવા મોટી મુશિબત નો સામનો કરવો પડી રહ્યો છે.
તો બીજી તરફ ચોમાસુ નજીક આવી રહ્યું છે.અને કામ પૂરું નહિ થાય તો આ વિસ્તાર ના ખેડૂતો ખેતર માં જઈ શકે તેમ નથી .ઉપરાંત વરસાદી પાણી નો નિકાલ પણ નહિ થઇ શકે…! આ ગટર નું કામ યુદ્ધ ના ધોરણે પૂરી કરવા માં નહિ આવે તો અડવી ડોળાસા સુધી ના ત્રણ કી.મી માં વાવેતર જ કરવું મુશ્કેલ બની જશે.અને વાવેતર થશે તો તે નિષ્ફળ જવા ની સંભાવના વધારે છે.

રિલેટેડ ન્યૂઝ