દીવના નાગવા બીચ પર વોટર સ્પોર્ટ્સ દ્વારા વેઇટિંગ ચેર નામે પ્રવાસી પાસે ભાડુ વસુલી ચલાવાતી લૂંટ

હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓમાં રોષ, બિચની આજુબાજુમા ગંદકી કરી કબ્જો કરી લેવાયો!: દિવ પ્રવાસન વિભાગનું મૌન વચ્ચે લોકો પાસેથી વોટર સ્પોર્ટ્સ નામે ગેરકાયદેસર ચેરનું ભાડું ઉધરાવાય છે!

કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રસિદ્ધ પર્યટક સ્થળ દીવ ના નાગવા બીચ ખાતે વોટર સ્પોર્ટ્સ એસોસિએશન નામે રખાયેલ વેઇટિંગ ચેર નું ગેરકાનૂની રીતે રૂપિયા 30 લેખે બેસવા નું ભાડુ વસુલવામાં આવતા પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.
દીવના પ્રખ્યાત નાગવા બીચ પર પ્રવાસીઓની સુવિધા માટે રાખવામાં આવેલી વેઇટિંગ ચેર માટે પણ ભાડું વસૂલવામાં આવતું હોવાની બૂમો પર્યટકોમાંથી ઉઠવા પામી છે. આ બાબતે પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.મુસાફરો ને ખુરશીના ભાડા ની વસુલાત બાદ કોઈપણ પ્રકાર ની રસીદ કે પાવતી પણ આપવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે .કેટલાક પ્રવાસીઓએ ગેરકાયદે ખુરસીઓના ભાડા વસુલાત સામે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવા ચક્રો ગતિમાન કરાયા છે. પ્રવાસીઓનો આરોપ છે કે વોટર સ્પોર્ટ્સની ટિકિટ લીધી હોવા છતાં, ત્યાં સુધી પહોંચવા માટે અથવા વારો આવે ત્યાં સુધી બેસવા માટે રાખેલી ખુરશીઓ માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે.દિવ બીચ ખાતે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે બેસવાની વ્યવસ્થા જરૂરી હોય છે, પરંતુ તેના માટે પણ પૈસા માંગવામાં આવતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. દીવ વોટર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ પ્રવાસીઓમાંથી ઉઠી છે. પ્રવાસીઓના મતે જે સુવિધા ફ્રી હોવી જોઈએ તેના માટે વસૂલાત કરવી એ ટૂરિઝમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે.આ બાબતે સંબંધિત વહીવટીતંત્રને રજૂઆત કરાઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ બાબતની ચર્ચાઓ થતા દીવ પ્રશાસન અને ટૂરિઝમ વિભાગ આમાં હસ્તક્ષેપ કરે તેવી લોક માંગ બુલંદ થવા પામી છે.એક પર્યટક દ્વારા જણાવાયું છે કે”અમે મોંઘીદાટ વોટર સ્પોર્ટ્સની રાઈડ્સ ની ટિકિટ લઈએ છીએ, તેમ છતાં બે મિનિટ ખુરશી પર બેસવાના પૈસા માંગવા એ યોગ્ય નથી. આના થી દીવની છાપ ખરાબ થાય છે.”સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આ બાબતે તપાસ કરી ગેરકાયદેસર રીતે ઉઘરાણીને અટકાવવામાં આવે તે જરૂરી બન્યું છે. દીવના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાઓ વિનામૂલ્યે મળવી જોઈએ.તેવો મત જાગૃત પ્રવાસીઓ વ્યક્ત કરી રહયા છે.
આ બાબતે દિવ વોટર સ્પોર્ટ્સ એસોસિએશનના એસ.આર.રાણા નો ટેલિફોનિક સંપર્ક સાધી પૃચ્છા કરતા તેઓએ આ ભાડું તેમને ત્યાં કામ કરતા બાળ કિશોર દ્વારા 20 કે 25 રૂપિયા વસુલવામાં આવતો હોવાનો સ્વીકાર કર્યો હતો.અત્રે નોંધપાત્ર છે તેઓને ત્યાં કામ કરતો બાળક બાળકિશોર ખૂબ નાની ઉંમર નો હોવાની પણ શકયતા પ્રબળ બની રહી છે.ત્યારે બાળ મજૂરી અંગે શ્રમ આયુક્ત દ્વારા ત્વરિત યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લાગણી પણ બળવત્તર બની છે.

નાગવા બીચ પર જાહેર સુવિધાઓ અને વપરાશકર્તા શુલ્ક સામે પર્યટકોમાં આક્રોશ
દીવના નાગવા બીચ ખાતે પ્રવાસીઓ પાસેથી પ્રાથમિક સુવિધાઓ માટે પણ તગડું ચાર્જ વસુલવામાં આવતું હોવાની બુમો ઉઠી રહી છે.પાયાની સુવિધાઓ જેવી કે શૌચાલય અને યુરિનલ માટે લેવામાં આવતા પૈસા અંગે પ્રવાસીઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.નાગવા બીચ પર હાલમાં પે-એન્ડ-યુઝ (ઙફુ-ફક્ષમ-ઞતય) મોડલ હેઠળ શૌચાલયની સુવિધાઓ ચલાવવામાં આવે છે. સામાન્ય રીતે યુરિનલ, શૌચાલય અને સ્નાન ની સાથે લોકરની સુવિધા પણ હોય છે. પ્રવાસીઓમાંથી ફરિયાદો ઉઠી રહી છે કે માત્ર લઘુશંકા (ઞશિક્ષય) માટે પણ પૈસા લેવામાં આવે છે તે બિલકુલ વ્યાજબી નથી, ખાસ કરીને જ્યારે સરકાર ’સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ મફત સુવિધાઓની વાત કરે છે.
ગમે ત્યાં વાહન ઉભું રાખો અને પાર્કિંગ નો ચાર્જ ચુકવવાનો?
દિવ અને નાગવા બિચ આવતા પર્યટકો ને પોતાનું વાહન પાર્કિંગ કરવા નકકી કરાયેલ જાહેર પાર્કિંગ મા મુકે ત્યારે ચાર્જ ચુકવવાનો હોય છે પરંતુ અહિંયા ઉલ્ટી ગંગા વહેતી હોય તેવો તાલ પાર્કિંગ કોન્ટ્રાકટર દ્વારા ઉભો કરાયો છે રોડ અને હોટલ બિચ ની જાહેર જગ્યા પર વાહન ઉભું રાખી પાર્કિંગ કરે તો પણ દાદાગીરી કરી ચાર્જ વસુલાત કરાતો હોય સર્કલ ની વચ્ચે પાર્કિંગ નામે ગેરકાયદેસર નાકું બનાવી બેઠેલા કોન્ટ્રાકટર ના માણસો પ્રવાસી સાથે ખરાવ વર્તન કરતાં હોવાની ફરીયાદો ઉઠી રહી છે આ બાબતે દિવ કલેક્ટર દ્વારા તાત્કાલિક તપાસ કરી દીવ આવતા પ્રવાસીઓ સાથે થતા ખરાબ વર્તન સામે પગલાં લેવા માંગણી ઉઠી રહી છે.

રિલેટેડ ન્યૂઝ