મિડલ ઇસ્ટમાં ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચે ૪૦ દિૃવસથી ચાલી રહેલા યુધ્ધમાં અમેરિકા અને ઇરાન વચ્ચે બ્ો અઠવાડિનો યુદ્ધ વિરામ જાહેર થતાં ઇરાનના પાટનગર ત્ોહરાનમાં ઇન્કીલાબ-એ ઇસ્લામી સ્કવેર ખાત્ો સરકાર સમર્થક દૃેખાવકારો ઇરાનના ધ્વજ અન્ો સુપ્રીમ લીડર આયાતોલ્લાહ મોજતબા ખામન્ોઇની તસ્વીરવાળા પોસ્ટરો લઇ સુત્રોચ્ચાર કરતાં ઉજવણી કરી રહૃાા છે.
બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદૃ ગઈકાલ રાતથી લોકો ઉજવણી કરવા માટે બહાર આવી રહૃાા છે
ઈરાનની રાજધાની તેહરાનના રસ્તાઓ પર ઉત્સવનો માહોલ છે. બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદૃ ગઈકાલ રાતથી લોકો ઉજવણી કરવા માટે બહાર આવી રહૃાા છે.
ઘણા વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર ઈરાનના ધ્વજ લઈને જોવા મળ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને હુમલાઓ વચ્ચે રાહતની આ ક્ષણને એક મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે.
પરંતુ આ ઉજવણી વચ્ચે સવાલો પણ ઉભા થઈ રહૃાા છે. ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે અચાનક બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. યુદ્ધવિરામની જાહેરાત તેહરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની સમયમર્યાદૃાના થોડા કલાકો પહેલા જ આવી, જેમાં ભારે હુમલાઓની ધમકી આપવામાં આવી હતી. અહેવાલ મુજબ, બુધવારે સવારે યુદ્ધવિરામની જાહેરાત બાદૃ સરકાર સમર્થક પ્રદૃર્શનકારીઓએ નારા લગાવ્યા હતા. તેઓ ઈરાનની રાજધાનીમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ સમય દૃરમિયાન, લોકોએ રસ્તા પર અમેરિકન અને ઇઝરાયલી ધ્વજ પણ બાળ્યા હતા.
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે યુદ્ધવિરામને વિજય ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે અમેરિકાએ ઈરાનની શરતો સ્વીકારી, જેના કારણે આ કરાર થયો છે. જોકે, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક અલગ દૃાવો કર્યો.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને તેની લશ્કરી શક્તિએ ખરેખર ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મનાવ્યું અને આગળની વાટાઘાટો ચાલુ રહેશે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ અને વિદૃેશ પ્રધાન પેની વોંગે બે અઠવાડિયાના યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે.
