દારૂની 202 બોટલ તથા બિયરના 141 ટીન સહિત ટ્રક મળી 7.50 લાખથી વધુનો મુદ્દામાલ થયો કબ્જે:લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રક ડ્રાઇવરને પકડી પાડ્યા બાદ દારૂનો જથ્થો મંગાવનાર સામે પણ નોંધ્યો ગુનો
પોરબંદરના હનુમાન ગઢથી રાણાવાવ રોડ પર ટ્રકમાંથી અઢી લાખ રૂપિયાનો વિદેશીદારૂ કબ્જે કરીને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કર્યા બાદ માલ મંગાવનાર કે જે પાયલોટિંગ કરતો હતો તેની સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા વખતો વખત પોરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી સબબ પેટ્રોલીંગમાં હતા,દરમ્યાન રાણાબોરડી ગામના પાટીયા પાસે પહોંચતા એ.એસ.આઈ.બટુકભાઇ વિંઝુડા તથા ઉદયભાઇ વરૂ તથા પોલીસ કોન્સ્ટેબલનટવરભાઇ ઓડેદરાને ખાનગીરાહે હકીકત મળેલ કે, જામનગર તરફથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરાઇને આવે છે.જેથી લધાધારના પાટીયા પાસે રોડ પર વોચમાં હોય દરમ્યાન જામનગર તરફથી રાણાવાવ તરફ એક ફુલ સ્પીડમાં ફોર વ્હીલ કાર આવતી હોય જેને હાથ વડે ઇસારો કરી રોકાવતા કારચાલકે પોતાની કાર રોકેલ નહી અને તે કારની પાછળ હકિકતવાળો ટ્રક આવતો હોય જે ટ્રકને રોકાવી ટ્રક ચેક કરતા ટ્રકની કેબીન ઉપર ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો તથા બીયર ટીન ભરેલ પુઠ્ઠાના બોક્ષ મળી આવતા ટ્રક ડ્રાઇવર રીયાઝ ગફારભાઇ કાતીયાર ઉ.વ.28 રહે. રાણાવાવ ગોપાલપરા પશુ દવાખાના પાસે તા.રાણાવાવ જી. પોરબંદરવાળાના કબ્જાના ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન ભરેલ પુાના બોકસ નંગ-21 કુલ બોટલો નંગ-202 કિ.રૂ.2,22,200 તથા બીયરના ટીન નંગ-141 કિ.રૂ.31,020 મળી કુલ.કિ.રૂ. 2.53.220 તથા ટાટા કંપનીનો ટ્રક કિ.રૂ. 5,00,000 તથા એન્ડ્રોઈડ મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂા. 5000 મળી કુલ મુદામાલ રૂ.7,58,220 ના મુદામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડી તથા દારૂનો જથ્થો મગાવનાર તથા ટ્રક આગળ પાયલોટીંગ કરનાર અમીન જુસબભાઇ પઢીયાર રહે. રાણાવાવ જી. પોરબંદરવાળાઓ વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુન્હો રજી. કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયા તથા એ.એસ.આઈ.બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી,ઉદયભાઇ વરૂ ગોવિંદભાઇ મકવાણા રણજીતસિંહ દયાતર, મુકેશભાઈ માવદીયા તથા હેડકોન્સ્ટેબલસલીમભાઇ પઠાણ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા પોલીસકોન્સ્ટેબલનટવરભાઈ ઓડેદરા, અયભાઈ ચૌહાણ તથા ડ્રા.હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ ભારવાડીયા વગેરે રોકાયેલ હતા.
