પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (એમઓપીએનજી)એ નાગરિકોને ખાતરી આપી છે કે, સમગ્ર દેશમાં એલપીજીનો પુરવઠો સ્થિર અને પૂરતો છે, આ સાથે જ મંત્રાલયે ગ્રાહકોને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અને જવાબદારીપૂર્વક વપરાશ કરવાનું ચાલું રાખવાની વિનંતી પણ કરી છે.
હાલમાં અસ્તિત્વ ધરાવતા મજબૂત વિતરણ નેટવર્કની સાથે, મંત્રાલયે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, સમગ્ર દેશમાં પરિવારોને એલપીજીનો પુરવઠો અવિરત મળતો રહે તેની ખાતરી કરવા માટે એલપીજીની ઉપલબ્ધતા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
એમઓપીએનજીએ એલપીજીના બૂકિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સના વધતા જઈ રહેલા ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો, જેમાં હવે લગભગ 95% ગ્રાહકો આઇવીઆરએસ, એસએમએસ, વોટ્સએપ અને મોબાઈલ એપ્લિકેશન જેવા ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. ગ્રાહકોને વિતરણ કેન્દ્રો પર ભીડ ટાળવા અને વિતરણની સેવા ખામીરહિત રીતે મળતી રહે તેની ખાતરી કરવા માટે આ સુવિધાજનક અને કાર્યક્ષમ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવાનું ચાલું રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
