સૌરાષ્ટ્રમાં એપ્રિલમાં કાળઝાળ ગરમી રાજકોટ 42 ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે રાજયનું હોટ સિટી બન્યું


અમરેલીમાં 41, ભાવનગર-ભુજમાં 39 ડિગ્રી તાપમાન

ગઇકાલે સતત ત્રીજા દિવસે 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહેવા પામ્યું હતું. તેમજ અમદાવાદમાં 41.4, અમરેલેમાં 41.1, વડોદરામાં 40.4, ભાવનગરમાં 39, ભૂજમાં પણ 39 ડિગ્રી, તેમજ ડાાંગમાં 38.2, ડિસામાં 38.8 જ્યારે ગાંધીનગરમાં 40.8 અને સુરતમાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે ગઇકાલે બપોરે મોટા ભાગનાં શહેરોમાં ભેજ ઘટી ગયો હતો અને પવનની સરેરાશ ઝડપ 15 થી 20 કિ.મી. રહેવા પામી હતી. આથી બપોરે આકરા તાપ સાથે અંગ દઝાડતી લૂનો પણ અનુભવ થયો હતો.
તેમજ જામનગરમાં ગઈકાલે મહતમ તાપમાનનો પારો 38 ડીગ્રી પહોંચ્યા પછી આજે તેમાં 2 ડિગ્રીના ઘટાડા સાથે 36 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીના ઘટાડા સાથે 25 ડિગ્રી રહ્યું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા તો પવનની ગતિ પ્રતિકલાક 13 કિમી રહ્યો હતો.
શહેરમાં ગરમીનો પારો ઊંચકાતા સવારથી કાળઝાળ ગરમીનો પ્રભાવ રહે છે જો કે પવનની ગતિ વધુ હોય જેથી ગરમીમાં રાહત લોકો મેળવી રહ્યા છે. બપોર ના વધુ આકરા તાપમાનના લીધે મેડિકલી એડવાઇઝરી જાહેર કરી છે.
પવનની દિશા બદલાતા
તાપમાનમાં ઘટાડો નોંધાયો
સતત ત્રણ દિવસ સુધી રાજકોટમાં સૌથી વધુ 42 ડીગ્રી ઉપર તાપમાન નોંધાયા બાદ આજે બપોરે ફરી પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવા પામ્યો હતો. સ્થાનિક હવામાન કચેરી અનુસાર બપોરે 2.30 કલાકે શહેરનું તાપમાન 39.2 ડીગ્રી નોંધાયુ હતુ, તેમજ હવામાં ભેજ 25 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 10 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોરે 42 ડીગ્રી તાપમાન વચ્ચે 18 કી.મી.ની ઝડપે પવન ફુંકાતા અંગદઝાડતી લું અનુભવાઈ હતી, જો, કે આજે બપોરે 2.30 કલાકે તાપમાન અને પવનની ઝડપ પણ ઘટી જતા થોડી રાહત રહેવા પામી હતી.
આ ઉપરાંત આજે સવારે 8.30 કલાકે રાજકોટનું તાપમાન 27 ડીગ્રી અને લઘુતમ તાપમાન 23.2 ડીગ્રી નોંધાયુ હતું. સવારે હવામાં ભેજ 77 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 14 કી.મી. રહેવા પામી હતી.

રિલેટેડ ન્યૂઝ