ચૂંટણી સમયે બુટલેગરો બેફામ : 7.64 લાખના દારૂ સાથે પાંચ બુટલેગરો ઝડપાયા

કુવાડવા રોડ પરથી એસઆરપી કોન્સ્ટેબલ, એઈમ્સ હોસ્પિટલ નજીકથી દારૂ ભરેલી કાર, સંતકબીર રોડ પર બંગડીના કારખાનામાં અને લોધિકા નજીક ફાર્મ હાઉસમાં દારૂના દરોડા

રાજકોટ શહેર અને તાલુકામાં ચૂંટણી સમયે બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસે કુવાડવા રોડ પરથી એસઆરપી કોન્સ્ટેબલ, એઈમ્સ હોસ્પિટલ નજીકથી દારૂ ભરેલી કાર, સંતકબીર રોડ પર બંગડીના કારખાનામાં અને લોધિકા નજીક ફાર્મ હાઉસમાં એમ પાંચ સ્થળેથી 7.64 લાખના દારૂ સાથે પાંચ બુટલેગરોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુવાડવા રોડ પરથી જછઙ કોન્સ્ટેબલ દારૂના મોટા જથ્થા સાથે પકડાયો હતો. પીસીબીની ટીમે 383 દારૂની બોટલ, કાર કબ્જે કરી હતી. સાયલા પાસેથી મારવાડી શખ્સ સપ્લાય કરી ગયો હોવાની કબૂલાત આપી હતી. દારૂના દરોડામાં પીસીબી પીએસઆઇ પી.બી. ત્રાજીયા, એએસઆઈ મહીપાલસિંહ ઝાલા, ધનસ્યામસિંહ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દારૂ ભરેલ એક સીલ્વર કલરની સ્વીફટ કાર નં.જીજે.19.એએ.2948 લીમડી તરફથી આવે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે જુના કુવાડવા પોલીસ સ્ટેશન પાસેથી દારૂ ભરેલ સ્વીફટ કારને અટકાવી કાર ચાલકને અટકમાં લઈ નામ પૂછતા બાલુભા રાજાભા બળદા (ઉ.વ.36 ધંધો. નોકરી આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ એસ.આર.પી. ગૃપ-13 ઘંટેશ્વર, રહે. ખોડીયારનગર શેરી નં.12/1 કોર્નર એસ.ટી. વર્કશોપ પાછળ ગોંડલ રોડ) વાળો હોવાનુ જણાવેલ હતું. પોલીસે કારમાંથી દારૂની 384 બોટલ રૂ.1.30 લાખ અને કાર મળી કુલ રૂ. 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સ એસઆરપી ગ્રુપ 13 ઘંટેશ્વરમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, જે દસેક મહિનાથી પોતાની પરત પર હાજર થયેલ નથી. તે શખ્સને સાયલા નજીકથી કોઈ મારવાડી બુટલેગર દારૂ આપી ગયો હોવાની કબૂલાત આપી હતી.
દરોડાની વિગત મુજબ પીસીબીપી એમ.આર.ગોંડલીયાની રાહબરિમાં એએસઆઇ મયુર પટેલ, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર અને હિરેનભાઈ સોલંકી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતાં હાઇવે પરથી એઇમ્સ હોસ્પીટલ તરફ જતાં મેઇન રોડ ઉપર દારૂ ભરેલ એક સફેદ કલરની અલ્ટો કાર નં. ૠઉં-03-ઉગ-3280 પડેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો.
પીસીબીની ટીમે કારમાં તપાસ કરતાં ડ્રાઇવર સીટ ઉપર એક શખ્સ બેઠેલ હોય જે શખ્સનું નામ પુછતા પોતાનુ નામ વિજય ઉર્ફે બાલી માધૂ ભટ્ટી (ઉ.વ.34, રહે.રામનાથપરા ભવાનીનગર શેરી નંબર 1 માટેલ પાનની પાછળ) હોવાનુ જણાવેલ હતું. પોલીસ ટીમે કારમાં તપાસ કરતા પાછળની સીટ ખોલતા પાછળના ભાગે ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દારૂની કુલ 1056 બોટલ રૂ.2.58 લાખ અને કાર મળી કુલ રૂ.4.08 લાખના મુદામાલ સાથે વિજય ઉર્ફે બાલીની ધરપકડ કરી સઘન પૂછતાછ આદરી હતી.
દારૂના દરોડાની મળતી વિગત મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આજે સવારે જ લોધિકા નજીક આવેલ માખાવડ અને સાંગણવા ગામ વચ્ચેની સીમમાં ત્રાટકી હતી. ત્યાં આવેલ એક ફાર્મ હાઉસમાં દરોડો પાડી લાખોની કિંમતનો 61 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યાં દારૂના જથ્થા સાથે હાજર અજય છનુ રમેશ ભરડા (રહે. રાજકોટ, મૂળ કેશોદ) નામના બુટલેગરને પણ દબોચી લઈ લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. હાલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂની ગણતરી યથાવત રાખી છે અને દારૂનો જથ્થો જે ફાર્મ હાઉસમાંથી મળ્યો તેના માલીક અને દારૂના સપ્લાયર સહિતના શખ્સોના નામ ખોલવા સઘન તપાસનો ધમધમાટ આદર્યો છે.
દરોડાની વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ વી.ડી.ડોડીયાની રાહબરીમાં કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, ધારાભાઈ વનારીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે સંતકબીર રોડ પર સદગુરૂ સોસાયટી શેરી નંબર એક જલારામ ડેરી પાસે આવેલા બંગડીના કારખાનામાં દરોડો પાડયો હતો. ત્યાં હાજર શખ્સનું નામ પૂછતા તેણે પોતાનું નામ વિજય ધીરૂ ભેસજાળીયા (ઉ.વ.36 રહે. સદગુરૂ જણાવ્યું હતું. સોસાયટી શેરી નંબર-1) હોવાનું બાદમાં પોલીસે કારખાનામાં તપાસ કરતા ત્યાંથી દારૂ ભરે પ્લાસ્ટિકનું બાચકૂ મળી આવ્યું હતું. જેમાંથી દારૂની 24 બોટલ મળી આવતાં પોલીસે રૂપિયા 1,920 ની કિંમતનો દારૂનો આ જથ્થો કબજે કર્યો હતો. દારૂ સાથે ઝડપાયેલા વિજય ભેસજાળીયાની પૂછતાછ કરતા તેણે કહ્યું હતું કે, તેના શેઠ વિવેક વિજયભાઈ કોબીયા (રહે સદગુરૂ સોસાયટી શેરી નંબર-1, જલારામ ડેરી સામે સંતકબીર રોડ) એ આ દારૂ આપ્યો હોય અને પોતે બોટલો છૂટકમાં વેચાણ કરતો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી કારખાનેદાર વિવેક કોબીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દારૂના વધું એક દરોડામાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડુ પર લક્ષ્મીના ઢોળા પાસેથી અંકિત જયંતીભાઈ પરમાર (ઉ.વ.31 રહે. મોટામવા) ને 4,500 ની કિંમતના 10 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે થોરાળા પોલીસે રાજમોતી મિલના ખૂણા પાસે મયુરનગર મેઇન રોડ પરથી મીનાબેન રતિભાઈ રાઠોડ (ઉ.વ. 32 રહે. ચુનારાવાડ શેરી નંબર 3) ને દારૂના છ ચપલા સાથે ઝડપી લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ