આજે સુત્રોચ્ચાર અને દેખાવો સાથે આંદોલનના થશે મંડાણ
કમિટી ઓફ BSNL – MTNL પેન્શનર્સ એસોસિએશન – ગુજરાતના બેનર હેઠળ ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઈઝના તા.27.02.2026 ના ઓર્ડર મુજબ તા.01.01.2026થી ચૂકવવાનું થતું મોંઘવારી ભથું IDA/ DR તાત્કાલીક ચુકવવા અને પહેલાં જે રીતે દર ત્રણ માસે ઓર્ડર મુજબ ચુકવવામાં આવતું તે રીતે સમયસર પેન્શનર્સને ચુકવવાની માંગણી સાથે ભારતભરમાં 10 પેન્શનર્સ એસોસિએશન અને ગુજરાતમાં અમદાવાદ ખાતે અને ગુજરાત ભરના જીલ્લા અને તાલુકા મથકોએ ઇજગકની ઓફીસ સામે તા.16.04.2026 સવારે 11.00 વાગ્યે પેન્શનર્સને દેખાવો અને સુત્રોચારનો કાર્યક્રમ યોજશે.
જેમાં તા.16.04.2026 ના દેખાવો અને સુત્રોચાર અને તા.30.04.2026 ના ધરણાંનો ગુજરાત ભરમાં સફળ કરવા માટે કમિટી ઓફ BSNL – MTNL પેન્શનર્સ એસોસિએશન ના આગેવાનો એન.એન.પટેલ, મનુભાઈ ચનિયારા વિગેરે આગેવાનોએ ગુજરાતભર ઇજગકના પેન્શનર્સને અપીલ કરેલ છે.
આમ છતાં ઓર્ડર મુજબ તા.01.01.2026 થી ચૂકવવાનું થતું મોંઘવારી ભથું તાત્કાલીક ચુકવવા ન આવે તો ગુજરાતભરમાં ઇજગક પેન્શનર્સ એસોસિએશન તા.30.04.2026 ગુરુવાર ના 10.30 થી 12.30 વાગ્યા સુધીના ધરણાં આયોજન કરવામાં આવશે તેમ મનુભાઈ.બી.ચનિયારા સંયોજક કમિટી ઓફ ઇજગક – ખઝગક પેન્શનર્સ એસોસિએશન તથા અઈંઇઉઙઅ ગુજરાતના સર્કલ સેક્રેટરી એ અખબારી યાદીમાં જણાવેલ છે.
