ઉનામાં 108 સેવા સામે ઉઠ્યા સવાલો ચોક્કસ હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરાતા હોવાની ચર્ચા

અકસ્માતની ઘટનામાં એકજ ઓર્થોપેડીક હોસ્પિટલમાંજ દર્દીને રીફર કરાતા ઉઠ્યા સવાલો: યોજનાગત હોસ્પિટલમાં પ્રાયરોટી અપાતી નહીં હોવાથી શંકાસ્પદ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું કહેવાય છે

ઉના શહેરમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઓર્થોપેડિક (હાડકાં સંબંધિત) દર્દીઓ તેમજ એમરજનસી ડીલેવરી અને અન્ય રોગના દર્દીઓને ચોક્કસ નક્કી કરેલી હોસ્પિટલ માં ધકેલાતા હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે ખાસ કરીને ઓર્થોપેડીક કેસમા ઉનાની એકજ ખાનગી હોસ્પિટલમાં સતત દર્દીને લઈ જવામાં આવતા હોવાના મુદ્દે સ્થાનિક સ્તરે ઓર્થોપેડીક તબીબોમાં અનેક સવાલો ઊભા થયા છે.ખાનગી હોસ્પિટલના તબીબો મા ઉઠેલા સવાલો અંગે મળતી હકીકત મુજબ, ગુજરાત સરકાર ની ઈમર્જન્સી સેવા તરીકે ઓળખાતી 108 એમ્બ્યુલન્સ સામાન્યરીતે દર્દીને નજીકની અને યોગ્ય સારવાર સુવિધા ધરાવતી યોજનાગત સરકાર માન્ય હોસ્પિટલમાં પહોંચાડવાના હોય છે.જેના થી દર્દીને આર્થિક ફાયદો પહોંચે અને સારવાર વ્યવસ્થિત મળી શકે પરંતુ ઉના મા બનતી મોટા ભાગની ધટનામા એમરજનસી 108 ના પાયલોટ ડોકટર કેટલાક કેસો માં ચોક્કસ હોસ્પિટલમા દર્દીને પહોંચાડવા અને તગડી રકમ મેળવતા હોવાનું તબીબી જગતમાં ચર્ચા ઉઠી રહીં છે તેમાં પણ ખાસ કરીને અકસ્માત ના સમયે ઓર્થોપેડીક સારવાર માટે એકજ હોસ્પિટલમા દર્દીને વારંવાર લઈ જવાઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે
સરકારની પીએમવાય યોજના અંતર્ગત સરકાર સાથે કરાર આધારિત હોસ્પિટલ મા સ્પેશ્યલ સુવિધાઓ ઘરાવતી હોસ્પિટલ હોવાં છતાં જાણે 108 સેવા આપતી એમ્બ્યુલન્સ ચોક્કસ હોસ્પિટલ સાથે સંકળાયેલી હોય તેમ દર્દીઓને પસંદગીનો અધિકાર છીનવી લેતા હોય તેમ સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે અને પોતાની મરજી મુજબ ની ચોક્કસ ખાનગી હોસ્પિટલ દર્દી ને ધકેલી દેતા હોવાની જાહેર ચર્ચા ઉઠવા પામી છે, દર્દી ના જીવન સાથે જોડાયેલી બાબતો અંગે પારદર્શિતા જરૂરી બની છે ત્યારે આ બાબતે 108 ની સેવા ચલાવતી જીલ્લા અને રાજ્ય સરકાર ના તંત્ર દ્વારા ઉડી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આરોગ્ય વિભાગ અને સંબંધિત અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય દર્દીઓને તેના નિષ્ણાત તબીબો અને ફેસેલીટી ધરાવતી હોસ્પિટલ મા સારવાર મળે દર્દી ને ન્યાય મળે અને ઇમર્જન્સી સેવાઓ પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તે અંગે ધ્યાન આપવું જોઈએ આ મુદ્દે જો તંત્ર દ્વારા સ્પષ્ટતા આપવામાં આવે તો હકીકત બહાર આવી શકે અને લોકોમાં ફેલાયેલી શંકાઓ દૂર થઈ શકે અને દર્દી ને પાછળથી પડતો આર્થિક ફટકો સહન કરવો પડે નહીં

રિલેટેડ ન્યૂઝ