આધાર પુરાવા વગરના 20 મોબાઈલ સાથે વેરાવળનો શખ્સ ઝડપાયો

સોમનાથ એલસીબીની ત્વરીત કામગીરી

આજથી એકાદ વર્ષ પહેલા જામનગર સી ડીવીઝન પોલીસ માં થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરેલ અને અન્ય આધાર પુરાવા વગરના કુલ 20 મોબાઇલ કીં.રૂા.82 હજાર સાથે ગીર સોમનાથ એલ.સી.બી. એ વેરાવળના એક શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂપે મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આવા ગુન્હા આચરતા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત, પો.સબ ઇન્સ એ.સી.સિંધવ, એચ.એલ. જેબલીયા ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.કોન્સ. મયુરભાઈ સોલંકી સહિતનાએ ટેકનિકલ એનાલિસિસ ના આધારે અને પો.હેડ કોન્સ. સુનિલભાઈ સોલંકી, પો.કોન્સ. પ્રવિણભાઇ બાંભણિયા, પો.કોન્સ. રોહીતભાઇ ઝાલા એ હયુમન સોર્સીસ ના આધારે જામનગર જીલ્લાના સી ડીવીઝન પોલીસમાં બીએનએસની કલમ 303(2) મુજબ ચોરી થયેલ મોબાઇલ શોધી કાઢી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરી અન્ય આધાર પુરાવા વગરના કુલ 20 મોબાઇલ સાથે વેરાવળમાં ડાભોર રોડ ઉપર બિહારી નગરમાં રહેતા કુણાલ શામજીભાઇ ગોહેલ ને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ