વિશ્ર્વ ફલક પર ભારતને મજબુત કરવા અનેક મજબુત નિર્ણય લીધા
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડએ પ્રધાનમંત્રીને શુભેચ્છાસહ અભિનંદન પાઠવતા જણાવેલ કે4 વર્ષ 2014માં દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અભૂતપૂર્વ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો અને નરેન્દ્રભાઈ મોદીના કરિશ્ર્માઇ નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એ કેન્દ્રમાં સરકાર રચી અને ત્યારબાદ વર્ષ 2019 તથા 2024માં પણ જબ્બર જનસમર્થન પ્રાપ્ત કરી વિકાસ4 સુશાસન અને રાષ્ટ્રહિતના અનેક નવા અધ્યાયો લખ્યા છે. વિકાસના મુદ્દાઓ સાથે સ્થાનિક સંસ્કૃતિને સ્પર્શતી નરેન્દ્રભાઈ મોદીની કુનેહ લોકોના મનમાં ઊંડો પ્રભાવ પેદા કરે છે. ગત માસમાં પશ્ર્ચિમ બંગાળની રાજકીય ધરતી પર આ વખતે ઐતિહાસિક પરિણામો સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય ગત બાર વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારતે આર્થિક સામાજિક વ્યૂહાત્મક ટેકનોલોજી વિદેશ નીતિ અને આધુનિક માળખાકીય સુવિધાઓના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે.
સામાન્ય નાગરિકોના જીવનને સરળ બનાવવા ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગોના કલ્યાણ માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મુકાઈ છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ગરીબોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો પરિવારોને પાકા મકાનો મળ્યા છે. ઉજ્જવલા યોજના મારફતે ગરીબ મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે જલ જીવન મિશન દ્વારા લાખો ઘરો સુધી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની ઐતિહાસિક કામગીરી હાથ ધરાઈ છે. દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે ઉત્પાદન, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે અનેક સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા4 સ્ટાર્ટઅપ ઇન્ડિયા4 સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલોથી દેશના યુવાનોને નવી તકો પ્રાપ્ત થઈ છે.
