થલાપતિ વિજયની ‘જન નાયકન’નો વર્લ્ડવાઈડ ધમાકો: રિલીઝ પહેલાં જ 6 લાખથી વધુ ટિકિટો વેચાઈ, ₹27 કરોડનું એડવાન્સ બુકિંગ

તમિલનાડુના મુખ્યમંત્રી અને સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની બહુચર્ચિત ફિલ્મ ‘જન નાયકન’ આ અઠવાડિયે સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળવામાં લગભગ સાત મહિનાનો સમય લાગ્યા બાદ આખરે આ ફિલ્મ મોટા પડદા પર દસ્તક આપી રહી છે. રવિવારથી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો છે.

8000 સ્ક્રીન્સ પર ગ્રાન્ડ રિલીઝ, એડવાન્સ કમાણીમાં રેકોર્ડ

‘જન નાયકન’ માટે એડવાન્સ બુકિંગ ખુલતાની સાથે જ થોડા જ કલાકોમાં 6 લાખથી વધુ ટિકિટો ચપટીમાં વેચાઈ ગઈ હતી.

દેશભરમાં શો
સમગ્ર ભારતમાં આ ફિલ્મના લગભગ 8,000 શો રાખવામાં આવ્યા છે, જેમાં માત્ર તમિલનાડુમાં જ 3,500થી વધુ શો રમાશે.
ધમાકેદાર કમાણી
કોઈ મોટા પાન-ઈન્ડિયા પ્રમોશન વગર પણ ફિલ્મે એડવાન્સ બુકિંગથી ભારતમાં ₹15 કરોડ અને વૈશ્વિક સ્તરે **₹27 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે.

થિયેટરો બહાર ચાહકોનો જમાવડો, મિનિટોમાં હાઉસફુલ

ટિકિટોની અપ્રતિમ માંગને કારણે થિયેટર માલિકો પણ અચરજમાં મુકાયા છે. ચેન્નાઈના કમલા સિનેમામાં બુકિંગ શરૂ થતાં જ ગણતરીની મિનિટોમાં 10,000 ટિકિટો ઊપડી ગઈ હતી, જ્યારે માયાજાલ મલ્ટિપ્લેક્સમાં 48 શો એક કલાકની અંદર હાઉસફુલ થઈ ગયા હતા. તમિલનાડુ સરકારે ટિકિટના દર ₹190 નક્કી કર્યા હોવા છતાં, મલ્ટિપ્લેક્સથી લઈને સિંગલ સ્ક્રીન સુધી તમામ જગ્યાએ હાઉસફુલના બોર્ડ લાગી ગયા છે.

સીએમ બન્યા બાદ વિજયની છેલ્લી ફિલ્મ!

એચ. વિનોથના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વિજયના ફિલ્મી કરિયરની છેલ્લી ફિલ્મ માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ હવે સંપૂર્ણપણે રાજકારણમાં સક્રિય થઈ ગયા છે. વિશેષ વાત એ છે કે સેન્સરના વિલંબ દરમિયાન વિજયની પાર્ટી ‘TVK’એ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો અને તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સીએમ બન્યા બાદ તેમને આખરી વાર મોટા પડદા પર જોવા માટે ચાહકોમાં ભારે ઘેલું લાગ્યું છે.

શાનદાર સ્ટારકાસ્ટ અને મ્યુઝિક

ફિલ્મમાં વિજય સાથે પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, ગૌતમ વાસુદેવ મેનન અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. ફિલ્મનું દમદાર સંગીત અનિરુદ્ધ રવિચંદરે તૈયાર કર્યું છે, જ્યારે કેમેરાવર્ક સત્યન સૂર્ય્યનનું છે. સિનેમાપ્રેમીઓ આ અઠવાડિયે થલાપતિ વિજયને છેલ્લીવાર મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ