મુંબઈના જુહુ વિસ્તારમાં મોડી સાંજે ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા બાઇક સવારોનો પાંચ રાઉન્ડ ગોળીબાર

ટાઇગર શ્રોફ સુરક્ષિત:કારનો ડ્રાઇવર અન્ો ઓટો રિક્ષા ચાલક ઘાયલ

ગોળીબારની જવાબદૃારી લોરેન્સ બિશ્ર્નોઇ ગ્ોંગ્ો લીધી:જે સલમાનખાન સાથે કામ કરશે ત્ોનું આવું જ પરિણામ આવશે

રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ટાઈગર શ્રોફ આ ઘટનામાં સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. આ ઘટના પશ્ર્ચિમ ઉપનગરમાં જુહુ પોલીસ સ્ટેશનની હદૃમાં આવેલા પુષ્પા પાર્ક નજીક બની હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ગોળીબાર સુધીની ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે.અધિકારીએ ફરી સ્પષ્ટ કર્યું કે, “શ્રોફ સુરક્ષિત છે અને ગોળીબારની આ ઘટનામાં તેમને કોઈ ઈજા પહોંચી નથી.”
પ્રાથમિક અહેવાલો મુજબ, જ્યારે ટાઈગર શ્રોફ એક મેદૃાનમાંથી ફૂટબોલ રમીન્ો પોતાની કારમાં નીકળી રહૃાા હતા, ત્યારે તેમની કાર પર ત્રણ બાઇકસવારો દ્વારા ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં તેમને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી અને તે ભીડમાંથી જ તેમની કાર પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. શ્રોફને કોઈ ગોળી વાગી નથી. ટાઈગર શ્રોફ અને તેમના ડ્રાઈવરને સારવાર માટે જુહુની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના ડ્રાઈવરના ડાબા હાથમાં ગોળી વાગી હોવાની શંકા છે, જ્યારે નજીકમાં રહેલા એક ઓટો રિક્ષા ચાલક પણ ઘાયલ થયે હતો. જોકે પોલીસ દ્વારા હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. શ્રોફના ડ્રાઈવરને કદૃાચ જુહુની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહૃાા છે. મુંબઈમાં ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારની જવાબદૃારી લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગે લીધી છે.
આ ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવા માટે વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, તપાસ માટે વિશેષ ટીમો આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય ના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કમિશનરને ફોન કરીને અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારની ઘટના વિશે પૂછપરછ કરી હતી.
તેમણે પોલીસ કમિશનરને આ મામલે ઝડપી તપાસ કરવા અને જવાબદૃારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દૃેશ આપ્યો છે.

રિલેટેડ ન્યૂઝ