ગાંધીનગર : કપલનાં કંકાલની મર્ડર મીસ્ટ્રી, ચાંદીની વીંટીના આધારે પોલીસે તપાસ આદરી

છ ગાડીઓ રાજ્યભરના શહેરો ખૂંદી વળશે

ગાંધીનગર અડાલજ પાસે મળી આવેલ સળગેલી હાલતમાં બે મૃતદેહ અંગે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવાનું પગેરું મળ્યું નથી. અડાલજ ગામની સીમ નર્મદા કેનાલ જોગણી માતાના બ્રિજથી ઝૂંડાલ તરફ જતા રોડ પાસેના ખાડામાંથી પુરુષ-એક સ્ત્રીની હત્યા કરી લાશને સળગાવેલી દીધેલી હાલતમાં મળેલા કંકાલનો ભેદ હજી અકબંધ રહ્યો છે. આ મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર પોલીસ દિવસ રાત આકાશ પાતાળ એક કરી રહી છે. પણ હજી કોઈ કળી હાથ નહીં લાગતા પોલીસે કંકાલ પરથી મળી આવેલી વીંટીની તપાસ કરતાં મોટાભાગે આ પ્રકારની વીંટી પહેરવાનું દાહોદ, સૌરાષ્ટ્ર તેમજ સાઉથ ઈન્ડિયન મહિલાઓમાં સૌથી વધુ ચલણ હોવાનું બહાર આવ્યું છે. જેનાં પગલે આગામી દિવસોમાં ગાંધીનગર પોલીસની ટીમો છ ગાડીઓમાં રવાના થઈ રાજ્યભરના શહેરો ખૂંદી વળશે. તો સાઉથ તરફ સૌથી વધુ ફોકસ કરવામાં આવનાર છે.

પોલીસ માટે પણ આ કેસ એક કોયડો બની ગયો છે કે જેમાં સળગેલી હાલતમાં દંપતી મળ્યા પછી તેના સગા કોણ છે? અહીં તેમને કોણ લાવ્યું? આ હત્યા પાછળ કોનો હાથ છે? દંપતીને અહીં કઈ રીતે લાવવામાં આવ્યું? જેવા અનેક સવાલો થઈ રહ્યા છે. અડધી બળેલી લાશના હાથમાં રહેલી ચાંદીની તથા ખોટા સોનાની વીંટી તથા જીન્સ પેન્ટનું લેબલ અને પુરુષના અંડર ગાર્મેન્ટનો ઉપરનો ભાગ મળી આવ્યા છે.

હત્યા દરમિયાન મૃતક મહિલાએ સાડી પહેરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે અહીંથી બ્લાઉસના હુક પણ મળી આવ્યા છે. બસ આ બળેલા પુરાવાના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે પ્રયાસો કરી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસના હાથમાં કોઈ નક્કર પુરાવા કે કેસને આગળ વધારી શકાય તેવા સુરાગ મળ્યા નથી. ઘટનાની તપાસ માટે હજારો ફોન નંબરોની પણ તપાસ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં ગાંધીનગર પોલીસ દ્વારા રાજયમાં ગુમ થયેલાં મીસિંગ કપલની છેલ્લા છ મહિનાની ડિટેઇલ મંગાવી સ્ક્રુટિની શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એલસીબીની ટીમ દ્વારા મીસિંગ કપલનાં પરિવારજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરી વિગતો એકઠી કરાઈ રહી છે. જેમાં પણ હજી સુધી કોઇ ચોક્કસ માહિતી મળી નથી.

બીજી તરફ પોલીસ દ્વારા કંકાલ પરથી મળી આવેલી ચાંદીની વીંટીની બનાવટથી માંડીને તેને પહેરવાનું ચલણ ક્યાં શહેરોમાં વધારે હોય છે તેની પણ તપાસ કરાઈ છે. જેમાં આ પ્રકારની વીંટી દાહોદ, સૌરાષ્ટ્ર તેમજ રાજપીપળાની મહિલાઓ વધુ પહેરતી હોવા ઉપરાંત સાઉથ ઈન્ડિયન મહિલાઓ માં સૌથી વધુ ચલણ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જેનાં પગલે પોલીસ ગુજરાતમાં તો વીંટીની તપાસ કરશે તદુપરાંત સાઉથમાં વધુ ફોકસ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

આગામી દિવસોમાં પોલીસની અલગ અલગ ટીમો છ ગાડીઓમાં રાજયભરનાં શહેરોમાં તપાસ અર્થે રવાના થશે. એક ટીમને ત્રણેક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે. આ ટીમો ગુજરાતના શહેરોમાં જઈને મીસિંગ કપલનાં રેકોર્ડ ચેક કરશે. તેમજ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ પોસ્ટરો પણ લગાવશે. 

કંકાલ પરથી મળી આવેલ વીંટી ચાંદીની છે. જેની બનાવટ જોતાં આ પ્રકારની વીંટી સૌરાષ્ટ્ર, દાહોદ અને રાજપીપળાની મહિલાઓ વધુ પહેરતી હોવાં ઉપરાંત સૌથી વધુ સાઉથ ઈન્ડિયનમાં વધુ ચલણ જોવા મળે છે. આથી ગુજરાતના જ્વેલર્સની દુકાનોએ પણ તપાસ કરીશું. તેમજ સાઉથ તરફ વધુ ફોકસ કરવાનો પ્લાનિંગ પણ છે.

રિલેટેડ ન્યૂઝ