વૃધ્ધ સાથે ભટકાઇ એટીએમ કાર્ડ બદલાવી 68 હજાર ઉપાડી લીધા

ગોંડલમાં વૃધ્ધાને બે ગઠીયા ભેટયા

(પ્રતિનિધિ દ્વારા)
ગોંડલ તા. 23
ગોંડલ શહેરનાં કડીયા લાઈન ખાતે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયેલા વૃધ્ધ સાથે બે શખ્સોએ અથડાઈને એટીએમ કાર્ડ બદલાવી એટીએમમાંથી રૂ. 68490 ઉપાડી લેતા પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ કડીયા લાઈનમાં આવેલ એસબીઆઈ બેંકનાં એટીએમ પાસે હાથમાં એટીએમ કાર્ડ લઈને નાણા ઉપાડવા ઉભેલા પંચવટી ચંદ્રકાંતભાઇ સોસાયટી મા રહેતા નિવૃત શિક્ષક જાદવજીભાઈ મકવાણા સાથે બે અજાણ્યા શખસો એ જાણી જોઈ ને અથડાઈ વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલાવી વૃધ્ધને વિશ્ર્વાસમાં લઈને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 68490/- ઉપાડી છેતરીંડી કરતા પોલીસ ફરીયાદ નોંધાવા પામી હતી. જે અંગેની તપાસ પીએસઆઇ વી.કે.ગોલવેલકરે હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ