ન્યારા આશ્રમે સદગુરુદેવની તિથિ ઉજવાશે

તા. 21 ને રવિવારના રોજ ન્યારા આશ્રમ ખાતે સદગુરુ સ્વામી રણછોડદાસજી બાપુની પુણ્યતિથિથી ધામેધુમે ઉજવાશે, ગુરુદેવની પૂણ્યતિથી નિમિતે મંગળા આરતી સવારે 6:30 કલાકે, પાદુકા પૂજન સવારે 9 કલાકે, ઉત્સવ આરતી બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ બપોરે 12થી 2:30 કલાકે ઉત્સવ આરતી બપોરે 11થી 2 વાગ્યાસુધી, પાદુકા સ્પર્શ દર્શનનો લાભ સવારથી સાંજ સુધી રહેશે.
સંધ્યા આરતી સાંજે 7 કલાકે યોજાશે. સવારના પહોરમાં ગાયોને ઘાસચારો અપાશે તથા કુતરાને લાડુ દેવામાં આવશે ન્યારા ગામના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવશે તથા આવનાર ગુરુભાઈઓ તતા બહેનોને ઉત્સાહ ઘણો જ વધી ગયેલ છે.
બધા જ એજ વિચારે છે કે ન્યારા આશ્રમને આપણે શું ઉપયોગી થાય અને ધન્ય બનીએ. તો આપ સર્વેને પુણ્ય તીથીમાં ઘટતી સામગ્રી ન્યારા ટ્રસ્ટીનો સંપર્ક કરી જે ધન્ય બની શકો છો, આ તો મોટા ગુરુદેવની તપોભુમિ છે. અને સદગુરુ હરિચરણદાસજી બાપુના અંતરના આશિર્વાદ છે તથા વર્તમાન મહંત જયરામદાસજી મહારાજના આશિર્વાદ તો તપોભૂમિને આંગણે પધારીને ગુરુદેવની પુણ્યતિથિ ઉજવીએ વધુ વિગત માટે મો.નં. 98254 24604 સંપર્ક કરવો.

રિલેટેડ ન્યૂઝ