નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદોના વિરોધમાં જુમ્માની નમાઝ બાદ જામા મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન થયું. અહીં પોલીસે બેરિકેડિંગ કરી રાખી હતી અને અનેક ટુકડીઓ તૈનાત છે. ગત શુક્રવારે અહીં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું અને ત્યારબાદ 15 લોકોની ધરપકડ થઈ હતી. પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. આજે પણ દિલ્હી (Delhi) ના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી અને ડ્રોન દ્વારા નિગરાણી થઈ રહી છે. પોલીસે જામા મસ્જિદની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. આ સાથે જ જોરબાગ વિસ્તારમાં પણ સીએએ અને એનસીઆર વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે.
સીલમપુરમાં અમન કમિટીની શાંતિની અપીલ
સીલમપુરમાં અમન કમિટીના સભ્યો પરવેઝ મિયાએ લોકોને અપીલ કરી કે નમાઝ બાદ લોકો પોત પોતાના ઘરે જાય અને શાંતિ જાળવે. તેમણે કહ્યું કે અમે અમારી વાત સરકાર સુધી પહોંચાડી દીધી છે. ભીડમાં અસામાજિક તત્વો ઘૂસી જાય છે અને નુકસાન અમારા લોકોને જ થાય છે. રાજકીય પક્ષો પોતાના રોટલા શેકે છે.
