માતાના મઢ નજીક તુફાન અને કાર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત, 12ને ઇજા

ગાંધીધામ,તા.29
માતાના મઢ અને રવાપર વચ્ચે તુાન અને કાર વચ્ચે અક્સ્માત સર્જાતા 3ના મોત નિપજયા છે. જયારે અન્ય 12 લોકો ઘાયલ
થયા છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર માતાના મઢ અને રવાપર વચ્ચે આજે બપોરે અકસ્માત સર્જાયો હતો. જીએમડીસી પાન્ધ્રો ખાતે ખાણમાં કામ કરતી આરપીએલ કંપનીના કર્મચારીઓ ઇસુઝુ કારમાં આવતા હતા ત્યારે માંડવીના સલાયાના લોક કોરાશરીફની દરગાહે માથુ ટેકવવા જતા હતા. તે દરમિયાન માતાના મઢ અને રવાપર વચ્ચે આશાપુરા હોટેલ નજીક ઇસુઝુ કાર અને તુફાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇસુુઝુ કારમાં સવાર સચિન જોશી અને અન્ય એક કર્મચારીનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે ગટુબેન આદમભાઇ તુર્કનું નખત્રાણાની હોસ્પીટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયું છે. 12 ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં ભુજની જે.કે. જનરલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
તુકાન અને કાર વચ્ચે અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા. હાઇવે પર એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઇ જતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ