અમદાવાદઃ સામાન્ય રીતે ગુજરાત (Gujarat) હોય કે દેશ દરેક જગ્યાએ ભ્રષ્ટાચારે માજા મુકી છે. કોઈપણ સરકારી કામકાજ કરવા માટે લાંચ આપવી જરૂરી માનવામાં આવે છે. સરકારી કામ કઢાવવા માટે લાંચીયા અધિકારીઓ લાંચ માંગતા હોય છે. આમ ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ ખાતા તરીકે ગૃહવિભાગ ( બહાર આવ્યો છે.
એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) વર્ષ 2019માં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દૂર ઉપોયગ બદલ વર્ષ 2019માં કુલ 255 કેસ નોંધ્યા છે. સાથે સાથે 417 આરોપીને પકડવામાં આવ્યા છે. જેમાં વર્ગ-1ના 16 અધિકારી, વર્ગ-2ના 62 અધિકારી, વર્ગ-3ના 187 અધિકારી-કર્મચારી, વર્ગ-4ના 8 કર્મચારી તથા ખાનગી વ્યક્તિ 144 વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
