રાજ્યમાં 5 નવી મેડિકલ કોલેજો શરૂ કરવા નિર્ણય

ગાંધીનગર તા.1
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અઘ્યક્ષ સ્થાને આજે બુધવારે મળેલી કેબિનેટની શરૂ કરવા નિર્ણ્ય કરવામાં આવેલ છે. કુલ રૂા.1625 કરોડના ખર્ચે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી અને પંચમહાલમાં નવી મેડિકલ કોલેજો બનાવવાનું નકકી કરાયું છે. જેમાં કેન્દ્ર દ્વારા રૂા.975 કરોડ અને રાજય દ્વારા રૂા.650 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ અંગેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવી છે. રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપતા રાજ્યના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે અને રાજ્યમાં મેડિકલ બેઠકોની સંખ્યા 6 હજારને પાર થવાની સંભાવના છે. રાજ્યમાં શરૂ થનાર નવી પાંચ મેડિકલ કોલેજોમાં 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ મેડિકલમાં અભ્યાસ કરે છે તેમના ફાયદા માટે. ભારતના 75 જેટલા જિલ્લામાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવાનું ભારત સરકારે નિર્ણય લીધો છે. તે અંતર્ગત ગુજરાતના નવા જિલ્લાઓમાં ભારત સરકારના સહયોગથી 300 પથારીની હોસ્પિટલ શરૂ કરાશે.
નવા જિલ્લાઓમાં પંચમહાલ ગોધરાની હોસ્પિટલની ક્ષમતા વધારે 300 મેડિકલ કોલેજ, ગીર સોમનાથ વેરાવળ શહેરમાં નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. વેરાવળ ખાતેની હોસ્પિટલ 150 પથારીની છે, તેમાં 300થી કરાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખંભાળીયા ખાતે મેડિકલ કોલેજ શરૂ કરાશે. જામખંભાળિયામાં બીજી 150 પથારી વધારીને 300 પથારીની હોસ્પિટલ શરૂ કરાશે. બોટાદ જિલ્લામાં પણ બોટાદમાં પણ નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે. બોટાદમાં 100 પથારીની હોસ્પિટલ છે તેમાં 300 પથારી કરી નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે. નવી પાંચ મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. ગુજરાતના નવા વિદ્યાર્થીઓને 500 મેડિકલ બેઠકનો લાભ મળશે 1500 કરોડનો ખર્ચમાં 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર ખર્ચ ભોગવશે.

રિલેટેડ ન્યૂઝ