મલાઇકાએ પોતાના New yearની કરી રોમાન્ટિક શરૂઆત

દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપના ચારેય ગુનેગારોને તિહાર જેલમાં એકસાથે ફાંસી આપવામાં આવે એવી હિલચાલ ચાલી રહી હોવાના સમાચાર મળ્યા છે. જેલમાં અત્યાર સુધી ફાંસી માટે એક જ માંચડો હતો પરંતુ હવે તેની સંખ્યા વધારીને ચાર કરી દેવામાં આવી છે. પીડબ્લ્યુડીએ સોમવારે ત્રણ નવા માંચડા બનાવવાનું કામ પૂર્ણ કર્યું હતું. ફાંસીના ત્રણ નવા હેંગર પણ જેલ નંબર-3માં તૈયાર કરાયા છે. હવે તિહાડ દેશની પ્રથમ આવી જેલ બની ગઇ છે જ્યાં એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપી શકાશે. તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કામ પૂર્ણ કરવા માટે જેલમાં જેસીબી મશીન પણ લાવવામાં આવ્યું હતું. કેમકે ત્રણ નવા ફાંસીના માંચડા સાથે એની જોડાયેલી ટનલ પણ બનાવવી પડે છે. આ ટનલના માધ્યમથી ફાંસી બાદ મૃત કેદીને બહાર કાઢવામાં આવે છે. ત્રણ નવા ફાંસીના માંચડાની સાથે જ જૂના માંચડામાં ફેરફાર પણ કરાયા છે. જેલના સૂત્રોના જણાવ્યા મુજબ, ફાંસીના ત્રણેય માંચડા નિર્ભયા ગેંગરેપના ચાર ગુનેગારોને એક સાથે ફાંસી આપવા માટે તૈયાર કરાયા છે. આ ચારેયના કેસની સ્ટેટસ રિપોર્ટ જેલ તંત્ર કોર્ટને આપશે. કોર્ટ 6 જાન્યુઆરીએ ખુલશે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડેથ વોરંટ ઈશ્યૂ થતા ગુનેગારોની ફાંસીની સજા બજાવાશે.

રિલેટેડ ન્યૂઝ