રાજકોટ તા. ૪
શહેરના સહકાર મેઇન રોડ પર મેઘાણીનગરમાં રહેતા પટેલ વેપારીએ તેના પત્ની વિરૂધ્ધ છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જુગારી પત્નીએ પરિવારજનોની જાણ બહાર 50 તોલા સોનાના દાગીના ફાયનાન્સમાં ગીરવે મૂકી જુગારનું દેણું ભરપાઇ કરી અમદાવાદ જતી રહી છેતરપીંડી કરી હતી. જેના આધારે ભક્તિનગર પોલીસ ‘ગેમ્બસર’ પત્નીની અમદાવાદથી ધરપકડ કરી ફાયનાન્સમાં મૂકેલા ધરેણા રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મેઘાણીનગરમાં રહેતા અનાજની દુકામ ચલાવતા અંકિત અમૃતલાલ ભીમાણી નામના પટેલ વેપારીએ ભક્તિનગર પોલીસમાં અમદાવાદ નિકોલમાં રહેતી તેની પત્ની એકતા વિરૂધ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ એકતા જુગાર રમવાની ટેવ ધરાવતી હોય અને જુગારમાં કછીના લીધેલા રૂા. 15 લાખ હારી જતાં તેણીએ પરિવારજનોની જાણ બહાર 28 તોલા સોનાના દાગીના ગીરવે મૂકી દેણુ ભરપાઇ કરી માવતરે આવી ગઇ હતી. જે અંગે ભક્તિનગર પોલીસે પત્નિની ફરિયાદ પરથી આરોપી પત્ની સામે રૂા. 5.60 લાખની ઠગાઇ આચર્યાની ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિ મોહન સૈની અને એસીપી એચ.એલ.રાઠોડની સૂચનાથી ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ આઇ આર.એન. સાંકળીયા સહિતના સ્ટાફે તાત્કાલીક આરોપી એકતા અંકીત ભીમાણીને અમદાવાદ નિકોલ વિસ્તારમા0 ગેલેક્ષી બંગ્લોઝમાં સત્ય એપાર્ટમેન્ટમાં તેના પિતાના ઘરેથી ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી.
આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશને એસીપી રાઠોડ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે એકતા આત્મીય કોલેજમાં બીસીએનો અભ્યાસ કરતી હતી વર્ષ 2014માં અભ્યાસ પૂરો કર્યા બાદ તેણીએ વર્ષ 2017માં અંકિત સાથે લગ્ન કર્યા હતા. લગ્નબાદ તેણીને જુગારની લત લાગતા અને પોપટપરામાં ઇમરાન મેવડની પત્ની અલ્કા જુગારકલબ ચલાવતી હોય તેનો સંપર્ક થતાં ત્યાં રમવા જતી હતી. દરમિયાન જુગારમાં રમવા માટે અલ્કા પાસેથી લીધેલી રૂા. 15 લાખની રકમ જુગારમાં ધરી ગઇ હતી. જે દેણુ ભરવા માટે તેના ઘરમાં કબાટમાં રહેલા તેના 22 તોલા સોનામાં દાગીના મળી કુલ 50 તોલા દાગીના મુથુર ફાયનાન્સમાં ગીરવે મૂકી રૂા. 15 લાખ મેળવી અલ્કાને ચૂકવ્યા હતા.
આમ છતાં અલ્કા વ્યાજ સહિત રૂા. 25 લાખ માંગતી હોય જેથી વધુ રૂા. 10 લાખની માંગણી કરતા તેણી માવતરે ચાલી ગઇ હતી. આરોપી મહિલા જુગાર રમવાદ જતી હતી જે અંગે પરિવાર જતો પણ વાકેફ દેવાનું તેણીને કબૂલાત આપી હતી.
આ ઉપરાંત આરોપી મહિલા તેણીના કાકીજી સાસુ દક્ષાબેન ભીમાણી સાથે રમવા જતી હોવાનું તેણીએ આરોપી એકતાની ધરપકડ કરી મુથુર ફાયનાન્સમાં ગીરવે મૂકેલા દાગના રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.
