ભારતે બીજી T-20માં ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. 143 રનનો પીછો કરતા ઇન્ડિયાએ 17.3 ઓવરમાં 7 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે.
ભારતે લંકા સામે ઘરઆંગણે સતત છઠ્ઠી T-20 જીતી છે. ટીમ ઇન્ડિયા છેલ્લે તેમની સામે 2016માં પુણે ખાતે 5 વિકેટે હારી હતી. ત્રણ T-20 સીરિઝની અંતિમ મેચ 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.
લોકેશ રાહુલ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. બંનેએ અનુક્રમે 45 અને 32 રન કર્યા હતા. તે પછી શ્રેયસ ઐયરે 26 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 34 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી 30 રને અણનમ રહ્યો. લંકા માટે સ્પિનર હસરંગાએ 2 વિકેટ ઝડપી હતી.
