US એરબેઝ પર સફળ મિસાઇલ હુમલો અમેરિકાના ઘમંડ પર તમાચો છે : અયાતુલ્લા ખામનેઈ

તેહરાન : ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર ઈરાનના મિસાઇલ હુમલા બાદ ત્યાંના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામનેઈએ દેશની જનતાને સંબોધિત કરી. ખામનેઈએ મિસાઇલ હુમલાને મોટી સફળતા ગણાવી છે. તેઓએ કહ્યું કે, અમેરિકાની દાદાગીરીની વિરુદ્ધ ઈરાને સંઘર્ષ કર્યો છે. અમારો હુમલો સફળ રહ્યો. આ હુમલો અમેરિકાના ઘમંટ પર તમાચો છે.

અયાતુલ્લા ખામનેઈએ અલ્લાહનું નામ લેતા કહ્યું કે, આજે અમેરિકાન બેઝ પર ઈરાનના બહાદુર અને સાહસી સૈનિકોએ સફળ આક્રમણ કર્યું. સંઘર્ષ સતત ચાલુ છે અને અમે શક્તિશાળી તાકાતોની વિરુદ્ધ સંઘર્ષ માટે એકજૂથ રહ્યા છીએ. તેઓએ કહ્યું કે ઈરાન ક્યારેય નબળું નથી પડવાનું. તે ક્યારેય હાર પણ નહીં માને. ઈરાનની સાથે જે થયું અમે તેને ક્યારેય નહીં ભૂલીએ.

રિલેટેડ ન્યૂઝ