લખનઉઃ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ભીષણ દુર્ઘટના થઈ છે. અહીંના જીતી રોડ હાઈવે પર ડહલ ડેકર બસ અને ટ્રકમાં ટક્કર થઈ ગઈ છે, ત્યારાબાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે બસમાં 50 લોકો ફસાય ગયા છે. બસ કન્નોજના ગુરસહાયગંજથી જયપુર જઈ રહી હતી. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાને તાત્કાલિક ધ્યાને લીધી છે.
સીએમ યોગી આદિત્યનાથે કન્નોજના જિલ્લાધિકારી અને પોલીસ અધીકક્ષને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને યાત્રીકોને સારી ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કર્યું છે. શરૂઆતી જાણકારી પ્રમાણે જાન-માલના નુકસાનના સમાચાર છે.
