વડોદરામાં એમ્સ નામની ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેને પરિણામે 5 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. એકાએક થયેલા બ્લાસ્ટને કારણે અફરાતફરી મચી ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં ઘાયલોનો આંકડો હજુ સુધી સામે નથી આવ્યો.
મળતી માહિતી મુજબ જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે સિલિન્ડરો ગરમ થયા અને વિસ્ફોટ થયાં. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં. આ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. ઘટનાની ગંભીરતા જોતા મૃતકોનો આંકડો વધી શકે છે. જો કે ચોક્કસ આંકડાની હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
